શ્રી કૃષ્ણ, પૂર્ણાવતાર હતા. શ્રીકૃષ્ણનો એક ઉદેશ્ય મનુષ્યત્વનો દિવ્ય આદર્શ રજૂ કરવાનો હતો. તેઓ અનેક સદ્ગુણોના કેન્દ્ર સ્થાને હતા. તેઓ અજેય, વિશુધ્ધ, પ્રેમાળ, દયાળુ, રાજનીતિજ્ઞા, ધર્માત્મા, વેદજ્ઞા, નીતિજ્ઞા, લોકહિતૈષી, ન્યાયશીલ, પ્રેમાળ, ક્ષમાવાન, કોઈની સાથે તુલના ન કરી શકાય તેવા હતા. તેમણે શ્રેષ્ઠ આચરણ દ્વારા માનવધર્મ સમજાવ્યો છે.મથુરામાં કંસનો વધ કર્યા પછી શ્રીકૃષ્ણે, કૃતજ્ઞાતાપૂર્ણ કર્તવ્યો બજાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.પોતાના માતા-પિતા, દેવકીજી-વસુદેવજી પ્રત્યેની કૃતજ્ઞાતા : શ્રીકૃષ્ણનાં માતાપિતા (દેવકીજી-વસુદેવજીને) કંસે, કારાગૃહમાં પૂરી રાખેલાં કંસનો વધ કર્યા પછી તુરત જ, શ્રીકૃષ્ણે કારાગૃહમાંથી તેમને મુક્ત કરેલાં. માતાપિતાના ચરણોમાં પડી શ્રીકૃષ્ણે કહેલું, ‘હે માતાપિતા ! તમારા ઉપકારનો બદલો વાળી શકાય તેમનથી તમે ક્ષમા આપો. મુક્ત થયા પછી દેવકી-નંદજીને પુન:ગૌરવવંતુ સ્થાન મળ્યું.
માતામહ ઉગ્રસેનને પુન: રાજગાદીએ બેસાડયા : કંસે પિતા ઉગ્રસેન પાસેથી મથુરાની રાજગાદી પચાવી પાડેલી. કંસના વધ પછી રાજગાદી, શ્રીકૃષ્ણે ‘માતામહ’ ઉગ્રસેનને પૂરા આદર સાથે પુન: સૂપરત કરી. શ્રીકૃષ્ણે કહ્યું,’ હે મહારાજા અમે તમારી પ્રજા છીએ. અમને આજ્ઞાા આપવા આપ યોગ્ય છો.કંસથી ભયભીત થઈ મથુરા છોડનાર સંબંધીઓને શ્રીકૃષ્ણે પાછા બોલાવી મથુરામાં ઘર, ધન આપી નિર્ભય કરી. સુખશાંતિથી રહેતા કર્યા. તેમના સર્વ સંતાપો શ્રીકૃષ્ણે દૂર કર્યા. કંસથી પીડિત થયેલા સંબંધીઓ આનંદિત થયા.
નંદજશોદાજી (પાલકમાતાપિતા) પ્રત્યેની કૃતજ્ઞાતા :- કંસના વધ પછી પ્રણામ કરી નંદ-જશોદાજીને કહ્યું,’ હે માતાપિતા ! તમે પ્રેમ-સ્નેહથી મારું લાલન પાલન કર્યું. જીવ કરતાં પણ અધિક વ્હાલો મને ગણ્યો છે. હું તમારો ઋણી છું. ગોપગોપીઓને પણ પ્રેમપૂર્વક સત્કાર ર્યો. મહામૂલી એવી પ્રેમલક્ષણભક્તિની ભેટ તેમને આપી, જીવનમુક્તિનાં અધિકારી બનાવી દીધાં.ગુરુદેવો પ્રત્યેની કૃતજ્ઞાતાં- આચાર્ય ગર્ગાચાર્ય પ્રત્યે પણ આદરપૂર્વક કૃતજ્ઞાતા વ્યક્ત કરી. બ્રાહ્મણશ્રેષ્ઠ ‘સાંદિપની ઋષિએ’ શ્રીકૃષ્ણની શુધ્ધ ભાવના વાળી સેવાથી પ્રસન્ન થઈ.. શ્રીકૃષ્ણને છ અંગો, ધર્મશાસ્ત્રો, મીમાંસા, ન્યાય શાસ્ત્ર, તર્કવિદ્યા, રાજનીતિ વગેરેનું જ્ઞાાન આપેલું. શ્રીકૃષ્ણે ગુરુદક્ષિણા રૂપે. પ્રભાસના મહાસમુદ્રમાં મરણ પામેલા ગુરુના પુત્રને,યમદેવ પાસેથી પાછો લાવી આપ્યો. આવાં તો અનેક દૃષ્ટાંતો મળી શકે.કૃતજ્ઞાતાપૂર્ણ કર્તવ્યો બજાવી શ્રીકૃષ્ણે આપણને બોધપાઠ આપ્યો કે ‘શિષ્ટ આચરણ અને સદ્વ્યવહારથી શિષ્ટાચાર વ્યક્ત થાય છે. જ્યારે આપણા ભાવ, વિચારો, પવિત્ર તથા શ્રેષ્ઠ હોય છે. ત્યારે આપણું આચરણ સ્વાભાવિક રીતે જ શિષ્ટતાથી યુક્ત બને છે. શિષ્ટતા એ માનવજીવનનું સૌંદર્ય છે. પ્રેમ, કરુણા, આત્મીયતા, સમજદારી અને વિનમ્રતા વગર શિષ્ટાચારનો વિકાસ થઈ શક્તો નથી.
ચિંતન : કોઈએ કોઈકવાર મદદ કરી હોય તો તે કદિ ભૂલતા નહિ. કારણ, મદદમળી ત્યારે તો એ આખી દુનિયા કરતાં મોટી હતી.તમે સમાજ પાસેથી જે લો, એ પ્રતિષ્ઠા. તમે સમાજને જે આપો તે, ચારિત્ર્ય.તમે જે નિસરણીથી ઊંચે ચઢયા, તેને લાત મારીને પાડી દેવી અને દાવો કરવો કે હું મારી યોગ્યતાથી આ ઊંચાઈએ પહોંચ્યો છું. આવું અભિમાન કરનારની પડતી થાય છે.તમારા પોતાના આદર્શથી તમારે સેંકડો લોકોને પ્રોત્સાહિત કરવાના છે.સૌની સાથે માનવી બનીને ‘સદા’ રહો.નમ્રતા એ માનવીનું ‘આભૂષણ’ છે અને વ્યક્તિનો ‘કળશ’ છે.