ઘરની સજાવટમાં પડદાની પસંદગી મહત્ત્વની

પડદા ઘરના ઈન્ટીરિયરનો મહત્ત્વનો ભાગ હોય છે. તે ઘરમાં પ્રવેશનાર મહેમાનોનાં મનમાં ઘરના સાજશણગાર પ્રત્યે જિજ્ઞાાસા પેદા કરે છે, એટલે કે ઘરના પ્રવેશદ્વારની વિશેષતા હોય છે પડદા. સપ્તરંગી પડદાથી ન માત્ર ઘરના સાજશણગારમાં નિખાર આવે છે, તે રૂમના પાર્ટિશન અને પ્રાઈવેસી જાળવી રાખવામાં પણ સહાયરૂપ બને છે. આકર્ષક પડદાની હાજરીથી દીવાલો, દરવાજા, બારીઓ અને ફર્નિચરની શોભા વધી જાય છે.આવો, જાણીએ કેવી રીતે કરવી પડદાની પસંદગી, જે તમારી ક્રિએટિવિટીને તો દર્શાવવાની સાથે ઘરની સુંદરતાને પણ એક નવો લુક આપેઃ

* પડદાની પસંદગી કરતી વખતે ધ્યાન રાખો કે તે ઘરની દીવાલો, ફર્નિચર, કાર્પેટ વગેરેને મેચિંગમાં હોય.

જો તમારા ઘરમાં તડકો આવતો હોય, તો લાઈનિંગવાળા પડદાની પસંદગી કરો. આ પડદા તડકા સામે રક્ષણ આપવાની સાથેસાથે રૂમને પણ સોબર લુક આપે છે.

*  જો તમે બે લેયરવાળા પડદાની પસંદગી કરી રહ્યા છો, તો એક ફેબ્રિક લાઈટ અને બીજું હેવી પસંદ કરો. જેમ કે કોટન સાથે ટિશ્યુ.

* દિવસના સમયે બારી પરના પડદાને સમેટીને આકર્ષક દોરીથી બાંધી શકો છો.

* જો રૂમમાં તડકો ન આવતો હોય તો બારીઓ માટે હળવા રંગના પડદાની પસંદગી કરો. બારીઓ માટે નેટ, વેલબુટ્ટાની નકશીકારી, બોર્ડર તથા લેસથી સજાવેલા આકર્ષક પડદાની પસંદગી કરી શકો છો.

* કિચન, બેડરૂમ તથા લિવિંગરૂમ માટે અલગઅલગ પડદાની પસંદગી કરો. કિચન માટે પાતળી લાઈનિંગવાળા, બેડરૂમ માટે કોટનના અને લિવિંગરૂમ માટે સાટીન તથા કોટન પોલિએસ્ટર જેવું લાઈટ મિક્સ ફેબ્રિક પસંદગી કરો.

* બેડરૂમની બારી માટે વજનમાં લાઈટ એટલે કે કોટનના પડદાની પસંદગી કરો, જેથી બહારના ઠંડા પવનનો આનંદ માણી શકો.

* પડદાને નવો લુક આપવા માટે તેની પર લેસ તથા બટન લગાવો. આમ કરવાથી ઘરની સજાવટને નવો લુક મળશે. તમે પડદા પર ઘંટડીઓ પણ લગાવી શકો છો. પવનની સાથે હલતા પડદા વિન્ડ ચાઈમનું કામ કરશે.

* પડદાની પસંદગી કરતાં પહેલાં ઘરના બારીબારણાંની લંબાઈપહોળાઈ માપી લો, જેથી પડદા વધારે નાના કે મોટા ન થઈ જાય.

* નાના ઘરને મોટું દર્શાવવા લેમન, ગ્રીન બેબી પિંક, સ્કાય બ્લૂ જેવા રંગ પસંદ કરો. નાના ઘરમાં ઘેરા રંગની પસંદગી ન કરો. જો ઘર મોટું હોય તો હળવા અને ઘેરા રંગના પડદાનું કોમ્બિનેશન પસંદ કરો.

ફેબ્રિક તથા મટીરિયલની પસંદગી

* બજારમાં પડદાની અનેક વેરાઈટી ઉપલબ્ધ છે. તેમાંથી તમે તમારી પસંદ અને જરૂરિયાત અનુસાર પસંદગી કરી શકો છો.

* પડદામાં આજકાલ વેલ્વેટ, પોલિએસ્ટર, ક્રશ, કોટન, સિન્થેટિક મિક્સ, વિસ્કોસ, સાટીન અને સિલ્કની અનેક વેરાઈટી ઉપલબ્ધ છે.

* રાજાશાહી લુક સામાટે સિલ્ક તથા વેલ્વેટના પડદાની પસંદગી કરો.

* કંટેંપરરી લુક કે નાના ઘર માટે સિલ્ક સાટીન, કોટન સાટીન, કોટન પોલિએસ્ટર અને સિલ્ક પોલિએસ્ટર ફેબ્રિક પસંદ કરી શકો છો. * એક જ રંગના ફર્નિચર સાથે પ્રિન્ટેડ અથવા ટેક્સવાળા પડદા પસંદ કરો, પરંતુ જો ઘરનું ફર્નિચર પ્રિન્ટેડ અથવા ટેક્સવાળા પડદા પસંદ કરો, પરંતુ જો ઘરનું ફર્નિચર પ્રિન્ટેડ અથવા ટેક્સચર્ડ હોય તો એક જ રંગના પડદા પસંદ કરો. તમે ઈચ્છો તો પ્રિન્ટેડ અથવા પ્લેન પડદાનું કેમ્બિનેશન પણ કરી શકો છો.

* પ્રાઈવેસી માટે લાઈનિંગવાળા તથા હળવા પ્રકાશ માટે ટ્રાંસપરન્ટ પડદા પસંદ કરો.

* તમે તમારી જૂની સિલ્કની બોર્ડરવાળી સાડીને પણ પડદાનો લુક આપી શકો છો.

પડદાની કાળજી

સમયાંતરે પડદાની સાફસફાઈ કરતા રહો. સફાઈ પડદાના ફેબ્રિક અનુસાર કરો. વેલ્વેટ તથા સાટીનના પડદા ઘરે ધોવાને બદલે ડ્રાઈક્લીન કરાવો. કોટન તથા કોટન મિક્સ ફેબ્રિકને ઘરમાં જ ધોઈ શકાય છે, પરંતુ તેને પ્રેસ કર્યા વિના ન લગાવો. પડદા લાંબા સમય સુધી ચલાવવા હોય તો લાઈનિંગવાળા પડદા જ પસંદ કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *