કોંકણા સેન શર્માના પ્રેમીની નામ લીધા વગર સ્પષ્ટતા. અમે એકબીજા સાથે ખુશ છીએ પણ તેની બાકાયદા જાહેરાત કરવાની જરૂર લાગતી નથી.
કોંકણા સેન શર્માના પ્રેમી અમોલ પરાશરે એમ કહ્યું છે કે તે તેના પાર્ટનર સાથે ખુશ છે પરંતુ આ રિલેશનશિપની બાકાયદા ઘોષણા કરીને પબ્લિસિટી મેળવવાનો તેનો કોઈ ઈરાદો નથી. રણવીર શૌરી સાથે છૂટાછેડા લઈ ચૂકેલી કોંકણા સેન શર્મા અને અમોલ લાંબા સમયથી રિલેશનશિપમાં હોવાનું કહેવાય છે. જોકે, બંનેએ ક્યારેય પોતાના સંબંધો વિશે કોઈ અધિકૃત ઘોષણા કરી નથી.
આ વિશે પૂછાતાં અમોલે કોંકણાનું નામ લીધા વગર કર્યું હતું કે અમે બંને એકબીજા સાથે ખુશ છીએ , સાથે સાથે પાર્ટીઓમાં જઈએ છીએ. પરંતુ મને અમારી રિલેશનશિપ વિશે કોઈ ઔપચારિક ઘોષણા કરવાની જરુર લાગતી નથી. તેના જણાવ્યા અનુસાર પ્રચાર એજન્સીઓ સહિત અનેક લોકોએ તેને આવી સલાહ આપી છે. પરંતુ, હું ઈચ્છું છું કે લોકો આવા પ્રચારથી નહિ પણ અમારાં કામથી અમને ઓળખે.
કોંકણાએ ૨૦૧૦માં રણવીર શૌરી સાથે લગ્ન કર્યાં હતાં બંનેને હારુન નામનો દીકરો પણ છે. જોકે, બાદમાં રણવીર અને કોંકણાએ છૂટાછેડા લઈ લીધા હતા. તે પછી કોંકણા અમોલને ડેટ કરતી હોવાનું કહેવાય છે.