વાંચો તમારું 16 જૂન 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.

વૃષભ : આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજ અંગે મુલાકાત થાય.

મિથુન : આપના કામકાજમાં પ્રતિકૂળતા રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કાર્ય થઈ શકે નહીં. વાહન ધીરે ચલાવવું.

કર્ક : જૂના મિત્ર-સ્વજન કે સ્નેહી સાથે આકસ્મિક મિલન-મુલાકાત થવાથી આનંદ રહે. અડોશ-પડોશનું કામકાજ રહે.

સિંહ : આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતાં આનંદ રહે. ધંધામાં આવક જણાય.

કન્યા : આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

તુલા : આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની તકલીફ રહે.

વૃશ્ચિક : આપની બુદ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.

ધન : ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.

મકર : યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. ભાઈ-ભાડુંવર્ગના સાથ-સહકારથી કામકાજમાં સરળતા જણાય.

કુંભ : કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચનું આવરણ આવી જાય. તબીયતની અસ્વસ્થતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.

મીન : આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *