દીપિકા ફરી ત્રીજી ફિલ્મમાં પણ માતાના રોલમાં દેખાશે

અંગત જીવનમાં પણ ટૂંક સમયમાં માતા બનવાની છે.બ્રહ્માસ્ત્ર અને જવાન પછી  હવે કલ્કિ 2898 એડીમાં પણ દીપિકા હિરોને જન્મ આપતી માતાના રોલમાં. 

દીપિકા પાદુકોણ રૂપેરી પડદે ત્રીજી વખત માતાની ભૂમિકામાં જોવા મળવાની છે.  અગાઉ ‘બ્રહ્માસ્ત્ર’ અને  ‘જવાન’ ફિલ્મમાં માતાનો રોલ કર્યા પછી હવે આવનારી ફિલ્મ ‘કલ્કિ ૨૮૯૮ એડી’માં પણ તે માતાના પાત્રમાં જોવા મળશે. ‘કલ્કિ ૨૮૯૮ એડી’નું ટ્રેલર રીલિઝ થયા બાદ દીપિકાના રોલ વિશે  ચર્ચાઓ થઈ રહી છે. ટ્રેલર પરથી એ વાતનો  અંદાજ મળે છે કે દીપિકા કોઈ એવાં સંતાનને જન્મ આપવાની છે જે નિર્ણાયક કામગીરી બજાવશે. ચાહકોએ નોંધ્યું છે કે એ યોગાનુયોગ છે કે દીપિકા હાલ અંગત જીવનમાં માતા બનવાની છે તેવા સમયે જ તે વધુ એક ફિલ્મમાં પણ માતાનો રોલ કરવાની છે. દર વખતે દીપિકા કોઈ સુપર હિરોને જન્મ આપતી હોય તેવું જોવા મળે છે. ‘જવાન’ ફિલ્મમાં  દીપિકાની ભૂમિકા  બહુ ટૂંકી હતી પરંતુ તેટલા રોલમાં પણ તે છવાઈ ગઈ હતી. ‘બ્રહ્માસ્ત્ર’માં તેણે કેમિયો જ કર્યો હતો. આ ફિલ્મના બીજા ભાગમાં તેની વિસ્તૃત ભૂમિકા હશે તેવીઅટકળો છે. ઉલ્લેખનીય છે કે દીપિકાને તાજેતરમાં કેટલાક લોકોએ એ બાબતે પણ ટ્રોલ કરી હતી કે તે જાતે સગર્ભા થઈ નથી  પરંતુ સરોગેસીથી માતા બનવાની છે. જોકે, આ ટ્રોલિંગની બોલીવૂડના અનેક સ્ટાર્સ દ્વારા ભારે ટીકા કરવામાં આવી હતી અને સૌએ દીપિકાને સપોર્ટ કર્યો હતો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *