આ ફિલ્મ હવે જુલાઈ મહિનામાં રીલિઝ થશે.ધનુષની દિગ્દર્શક તરીકેની કારકિર્દીની આ બીજી ફિલ્મ હિંદીમાં પણ રીલિઝ થવાની છે.
ધનુષની દિગ્દર્શક તરીકેની બીજી ફિલ્મ ‘રાયન’ જે પહેલા ૧૩ જુનના રોજ રીલિઝ થવાની હતી, તે હવે આગામી તા. ૨૬ જુલાઇના રોજ રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિંદી ભાષામા પણ રીલિઝ કરવામાં આવશે. આ ફિલ્મના દિગ્દર્શનની સાથેસાથે ધનુષે ફિલ્મની વાર્તા પણ પોતે જ લખી છે. ઉપરાંત મુખ્ય રોલમાં પણ જોવા મળવાનો છે. આ ફિલ્મમાં તેની સાથે એસ જે સૂર્યા, સંદીપ કિશન, કાલિદાસ જયરામ, પ્રકાશ રાજ , અપર્મા બાલા મુરલી તેમજ અન્ય કલાકારો હશે. દિગ્દર્શક તરીકે ધનુષની પહેલી ફિલ્મ ૨૦૧૭માં આવેલી ‘પા પાંદી’ હતી. હાલ ડાયરેક્ટર તરીકે તે ‘રાયન’ ઉપરાંત અન્ય પણ એક ફિલ્મ બનાવી રહ્યો છે.