આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરુ થશે. ઈન્દ્રકુમાર ઈરાનીએ ધમાલ અને મસ્તી બંનેના ચોથા ભાગની સાથે તૈયારી આદરી.
ઇન્દ્ર કુમાર ઈરાનીએ પોતાની ફિલ્મો ‘ધમાલ’ અને ‘મસ્તી’ની ચોથી ફ્રેન્ચાઇઝીની તૈયારી શરુ કરી છે. આ ફિલ્મોનું શૂટિંગ ૨૦૨૪ના અંતમાં શરૂ કરવાની અને ૨૦૨૫માં રિલીઝ કરવાની નિર્માતાની યોજના છે. ‘ધમાલ’ના ચોથા ભાગમાં અનિલ કપૂર અને માધુરી ફરી સાથે દેખાશે. તેમની સાથે અજય દેવગણ, રિતેશ દેશમુખ, અરશદ વારસી અને જાવેદ જાફરી સહિતના કલાકારો હશે. ‘ ધમાલ ૩’માં ઇન્દ્ર કુમારે જંગલ એડવેન્ચરનો સમાવેશ કર્યો હતો. હવે ‘ધમાલ ૪’ માટે ફિલ્મનો બેઝિક સ્ટોરી આઇડિયા તૈયાર થઈ ગયા બાદ બાકીની તૈયારી શરુ થઈ ગઈ છે. ઈન્દ્રકુમારે સાથે સાથે ‘મસ્તી ફોર’ની પણ તૈયારી શરુ કરી છે. તેમાં વિવેક ઓબેરોય, રિતેશ દેશમુખ અને આફતાબ શિવદાસાની ઉપરાંત વધુ કલાકારો ઉમેરાય તેવી સંભાવના છે.