મેષ : આપના વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. વાણીની મીઠાશથી આપને કામમાં લાભ-ફાયદો જણાય.
વૃષભ : જમીન-મકાન-વાહનના કામમાં, સીઝનલ ધંધામાં આપે ધ્યાન રાખવું પડે. કોઈના ભરોસે રહીને કામની શરૂઆત કરવી નહીં.
મિથુન : આપના કામમાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. બઢતી-બદલીના પ્રશ્ને પ્રગતિ જણાય. ધંધામાં નવી વાતચીત આવે.
કર્ક : આપના કામમાં સાનુકૂળતા મળી રહે. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ-ફાયદો જણાય. આવક થાય.
સિંહ : માનસિક પરિતાપ વ્યગ્રતા છતાં આપના કામમાં વ્યસ્ત રહી દિવસ પસાર કરી શકો. મહત્વના નિર્ણય લેવામાં ઉતાવળ ન કરવી.
કન્યા : બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં આપે સાવધાની રાખવી પડે. ધંધામાં આપના ગ્રાહક વર્ગને તોડવાના પ્રયાસ થાય.
તુલા : નોકરી-ધંધાના કામકાજમાં આકસ્મિક સરળતાથી રાહત જણાય. પુત્ર-પૌત્રાદિકના પ્રશ્ને ચિંતા-પરેશાની દૂર થાય.
વૃશ્વિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાનું બને. જમીન-મકાન-વાહનના કામ થાય.
ધન : દેશ-પરદેશના કામમાં, આયાત-નિકાસના કામમાં આપને સાનુકૂળતા મળી રહે. અગત્યના કામની મિલન-મુલાકાત થાય.
મકર : આપને કામમાં કોઈને કોઈ રૂકાવટ-મુશ્કેલીનો અનુભવ થાય. આપના ધાર્યા પ્રમાણે કામ થઈ શકે નહીં. વાહન ધીરે ચલાવવું.
કુંભ : આપના કાર્યમાં અન્યનો સહકાર જણાય. રાજકીય-સરકારી કામકાજમાં આપને સાનુકૂળતા મળી રહે. આનંદ રહે.
મીન : સાસરી પક્ષ- મોસાળ પક્ષના કામમાં વ્યસ્ત રહેવું પડે. દોડધામ-શ્રમ-ખર્ચ જણાય. વાણીની સંયમતા રાખવી