હૃતિકના ફલેટની કિંમત આશરે 100 કરોડ.વરુણ આ બિલ્ડિંગમાં અક્ષય કુમાર અને સાજિદ નડિયાદવાળાનો પડોશી બનશે.
વરુણ ધવન અને નતાશા દલાલ તેમની દીકરી સાથે મુંબઈના જૂહુમાં હૃતિક રોશનના ફલેટમાં ભાડે રહેવા જશે. વરુણ અને નતાશા તાજેતરમાં જ એક દીકરીનાં માતાં પિતા બન્યાં છે. વરુણ અને નતાશા જૂહુમાં ઓલરેડી એક ફલેટ ધરાવ ેછે. તેણે ૨૦૧૭માં આ ફલેટ ખરીદ્યો હતો. હવે તે હૃતિકના વિશાળ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. આ ફલેટની કિંમત આશરે ૧૦૦ કરોડ ગણાય છે. જોકે, હૃતિકે હજુ આ ફલેટ ખાલી કર્યો નથી. થોડા સમયમાં હૃતિક આ ફલેટ ખાલી કરશે પછી વરુણ ધવન ત્યાં સપરિવાર શિફ્ટ થશે. અક્ષય કુમાર અને સાજિડ નડિયાદવાળા આ જ બિલ્ડિંગમા ંરહેતા હોવાથી તેઓ વરુણના પાડોશી બનશે. બોલીવૂડના અનેક સ્ટાર્સ પોતાની માલિકીનું ઘર હોય તો પણ ભાડે રહેવાનું પસંદ કરે છે. તેઓ મોટાભાગે વ્યક્તિગત નહિ પરંતુ કંપનીના નામે ફલેટ્સ ખરીદે છે અથવા તો ભાડે લે છે અને તેના આધારે તેઓ કરવેરામાં લાભો મેળવે છે.