લાંબા સમય પછી અમૃતા મોટા પડદે દેખાશે. અમૃતા પહેલા ભાગમાં અરશદ વરસીની હિરોઈન હતી, બીજા ભાગમાં પડતી મૂકાઈ હતી.
અક્ષય કુમાર અને અરશદ વરસીની ફિલ્મ ‘જોલી એલએલબી થ્રી’માં હિરોઈન તરીકે અમૃતા રાવનું પુનરાગમન થયું છે. અમૃતા રાવઆ ફિલ્મના પહેલા ભાગમાં અરશદ વરસીની હિરોઈન હતી. જોકે, બીજા ભાગમાં અરશદ વરસીવાળો રોલ અક્ષય કુમારે પચાવી પાડયો હતો. અરશદ વરસીની એક્ઝિટના કારણે અમૃતા રાવની પણ એક્ઝિટ થઈ ગઈ હતી. હવે ત્રીજા ભાગમાં અક્ષય કુમાર અને અરશદ વરસી બંને દેખાવાના છે એટલે અરશદન હિરોઈન તરીકે અમૃતા રાવ પણ ફરી દેખાશે. હાલ આ ફિલ્મનું શૂટિંગ રાજસ્થાનમાં હાથ ધરાયું ત્યારે અમૃતા પણ તે શિડયૂલમાં સામેલ થઈ હોવાનું જાણવા મળે છે. અમૃતા છેલ્લે ૨૦૧૯માં ‘ઠાકરે’ ફિલ્મમાં દેખાઈ હતી. આમ ચાર વર્ષ પછી મોટા પડદા પર તેનું પુનરાગમન થઈ રહ્યું છે.