દિલેર નામની ફિલ્મથી ડેબ્યૂ કરશે. રોમાન્ટિક સ્ટોરી ધરાવતી ફિલ્મનું શૂટિંગ આગામી ઓગસ્ટથી શરૂ થવાની ધારણા.
સાઉથની જાણીતી હિરોઈન શ્રીલીલા હવે બોલીવૂડમાં ‘દિલેર’ નામની ફિલ્મથી ડેબ્યૂ કરવાની છે. આ ફિલ્મમાં ઈબ્રાહિમ અલી ખાન તેનો હિરો હશે. કુણાલ દેશમુખ આ ફિલ્મનું દિગ્દર્શન કરવાના છે. મોટાભાગે આગામી ઓગસ્ટથી ફિલ્મનું શૂટિંગ શરુ થઈ જશે. આ એક રોમાન્ટિક ફિલ્મ હશે તેમ કહેવાય છે. જોકે, આફિલ્મ વિશે હજુ સુધી નિર્માતાઓ કે શ્રીલીલા તરફથી કોઈ સત્તાવાર ઘોષણા કરાઈ નથી. શ્રી લીલા લાંબા સમયથી બોલીવૂડમાં ફિલ્મ મેળવવા માટે પ્રયાસ કરી રહી હતી. સાઉથમાં તે તેલુગુના અનેક ટોચના સ્ટાર્સ સાથે કામ કરી ચૂકી છે. ઈબ્રાહિમ અલી ખાન ‘સરજમીન’ નામની ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કરવાનો છે. આ ફિલ્મમાં કાજોલ અને પૃથ્વીરાજ સુકુરમારન તેના સહકલાકારો હશે.