આ અભિનેત્રીઓએ વેડિંગ લુકમાં સેટ કર્યો નવો ટ્રેન્ડ

કોઈ યુવતી જ્યારે પોતાના જીવનમાં નવોઢા બને છે ત્યારે લગ્નની સાડીને તેના શ્રૃંગારનો સૌથી મહત્ત્વનો હિસ્સો માનવામાં આવે છે. આથી દરેક નવોઢા ઈચ્છતી હોય છે કે તેના લગ્નની સાડી સૌથી ખાસ અને અલગ હોય. એ જમાનો હવે વિતી ચુક્યો છે કે જ્યારે યુવતીઓ સાડી પહેરીને પોતાના વરરાજા સાથે સાત ફેરા ફરીને પોતાની જિંદગીની એક નવી શરૂઆત કરતી હતી કેમ કે આજે મોટાભાગની નવોઢા પોતાના લગ્નમાં લહેંગા પહેરવાનું પસંદ કરે છે, પણ બોલીવૂડની કેટલીય અભિનેત્રીએ પોતાના વેડિંગ લુકથી એક અલગ ટ્રેન્ડ સેટ કર્યો છે. હા, કેટલીય અભિનેત્રીઓએ ભારેભરખમ લહેંગાને એક બાજુએ કરી પોતાના લગ્નમાં પારંપારિક સાડીને મહત્ત્વ આપ્યું છે. ચાલો, એક નજર નાખીએ બોલીવૂડની દશ અભિનેત્રીઓ પર જેમણે લહેંગાને એક કિનારે મુકી દઈ ટ્રેડિશનલ સાડીને પોતાના વેડિંગ-ડ્રેસના રૂપમાં શોધી કાઢી અને પોતાના વેડિંગ-લુકનો એક નવો ટ્રેન્ડ સેટ કર્યો.લહેંગાને બદલે પરંપરાગત સાડી પર ઉતારી પસંદગી

આલિયા ભટ્ટ

બોલીવૂડની સફળ અભિનેત્રીઓમાં સ્થાન ધરાવતી આલિયા ભટ્ટ ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ રણવીર કપૂર સાથે લગ્નના બંધનમાં બંધાઈ. લગ્નના બે મહિના બાદ પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરનારી આલિયા ભટ્ટે નવેમ્બર મહિનામાં જ એક સુંદર બાળકીને જન્મ આપ્યો. જો કે જ્યારે આલિયા અને રણવીર કપૂર બંને લગ્નના બંધનમાં બંધાયા ત્યારે આલિયાના વેડિંગ-લૂક ખૂબ જ ચર્ચા થઈ. આલિયાએ પોતાના લગ્નમાં સવ્યાસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવેલી આઈવરી અને ગોલ્ડ સાડી પહેરી હતી. સાડીમાં આલિયાનો નવવધુનો લૂકને જબરદસ્ત પસંદ કરવામાં આવ્યો.

દીપિકા પદુકોણ

આ લિસ્ટમાં હવે પછીનું નામ ખૂબસુરત અને ટેલેન્ટેડ અભિનેત્રી દીપિકા પદુકોણનું આવે છે. જીહા, દીપિકા પદુકોણ અને રણવીર સિંહે ઈટાલીમાં કોંકણી અને સિંધી રિતરિવાજ સાથે સાત ફેરા ફર્યા. આ રીતે દીપિકા અને રણવીરે બેવાર લગ્ન કર્યા, જેમાં દીપિકા સાઉથ ઈન્ડિયન બ્રાઈડ બની હતી. આ ખાસ મોકા પર દીપિકાએ ગોલ્ડન સાડી પહેરી હતી, આ સાથે જ સોના અને કુન્દનના ઘરેણાંએ અભિનેત્રીની સુંદરતાને ચાર ચાંદ લગાવી દીધા હતા. એવું જણાવવામાં આવે છે કે દીપિકાના લગ્નની સાડી કસ્ટમાઈઝ હતી, જેને બનાવતા મહિનાઓ લાગ્યા હતા.

મૌની રોય

નાના પડદાની ખૂબસુરત નાગિન મૌની રોય મોટા પડદા પર પણ પોતાના રંગ દાખવી ચુકી છે. મૌની રોયે પોતાના બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે લગ્નના બંધનમાં બંધાઈ. એમાં કોઈ બેમત નથી કે મૌની રોય રિયલ લાઈફમાં પણ વ્યાપક ગ્લેમરસ અને બોલ્ડ છે, પણ પોતાના લગ્નની સાડી માટે તેણે ટ્રેડિશનલ સાડી લુક પર પસંદ ઉતારી હતી. આ અભિનેત્રીએ લગ્નમાં વ્હાઈટ સાડી અને ટેમ્પલ જ્વેલરી પરિધાન કર્યા હતા. અભિનેત્રીએ પોતાના સાઉથ ઇન્ડિયન બ્રાઈડલ લુકમાં ખૂબ જ સુંદર લાગતી હતી અને એમ કરીને તેમણે નવો ટ્રેન્ડ પણ સેટ કર્યો, જેને તેની ફિમેલ-ફ્રેન્ડ્સ પોતાના લગ્નમાં સેટ કરી શકે છે.

પત્રલેખા

બોલીવૂડની અત્યંત ખાસ ફિલ્મોમાં નજરે પડેલી અભિનેત્રી પત્રલેખાએ ૧૫ નવેમ્બરે જાણીતા અભિનેતા રાજકુમાર રાવ સાથે સાત ફેરા લીધા. પત્રલેખાનાનું નામ પણ એ અભિનેત્રીઓમાં સામેલ છે, જેમણે લગ્ન માટે લહેંગાને ન પસંદ કરી ટ્રેડિશનલ સાડીને પસંદ કરી. સાડી પહેરીને દુલ્હન બની પત્રલેખાએ નેટ ધરાવતી ચુંદડીથી પોતાનું માથું ઓઢ્યું હતું. તેના આ બ્રાઈડલ-લુકે દરેકના દિલ જીતી લીધા હતા.

વિદ્યા બાલન

કેટલીય હિટ ફિલ્મો દ્વારા દર્શકોના દિલને જીતી લેનારી ટેલેન્ટેડ અભિનેત્રી વિદ્યા બાલન અને સિધ્ધાર્થ રોયકપૂરે અત્યંત સાદગીથી લગ્નના સાત ફેરા ફરી લીધા. જેટલી સાદગીથી આ બંને જણા લગ્નના બંધનમાં બંધાયા હતા, એટલી જ સાદગી દાખવીને વિદ્યાએ નવવધુના જોડકા તરીકે લાલ સાડીને પસંદ કરી. હા, પોતાના લગ્ન અંગે વિદ્યાએ સવ્યાસાચીની ડિઝાઈનની લાલ અને ગોલ્ડન કલરની સાડી પહેરી હતી. તેની સાથે તેણે ગોલ્ડન ટેમ્પલ જ્વેલરીથી પોતાના બાઈડલ લુકને કમ્પલિટ કર્યો હતો.

યામી ગૌતમ

બોલીવૂડની અભિનેત્રી યામી ગૌતમે દિગ્દર્શક આદિત્ય ધર સાથે ગુપચુપ લગ્ન કરીને પોતાના ફેન્સને ચોંકાવી દીધા હતા. યામી અને આદિત્ય ધરે ખૂબ જ સાદગીથી લગ્ન કર્યા હતા. આ ખાસ પ્રસંગે યામીએ લહેંગો ન પહેરી એક પહાડી નવવધુને જેમ તૈયાર થઈ હતી. યામીએ લહેંગાને બદલે આછા લાલ રંગની બનારસી સાડીને લગ્નમાં પહેરી હતી. સાથે નાકમાં મોટી પહાડી નથ, હાથોમાં ચુડા અને સોનાના ઘરેણાંમાં યામીનો બ્રાઈડલ લુક ચમકતો હતો.

દિયા મિર્ઝા

મનમોહક સ્મિત અને સાદગીથી બધાનું દિલ જીતી લેનારી ખૂબસુરત અભિનેત્રી દિયા મિર્ઝા જ્યારે બીજીવાર નવવધુ બની ત્યારે તો બધા જ તેનો બ્રાઈડલ લુક નિહાળતા જ રહી ગયા. દિયા મિર્ઝાએ બિઝનેશમેન વૈભવી રેખી સાથે બીજા લગ્ન કર્યા છે. જો કે આ અભિનેત્રી લગ્ન જેવા યાદગાર પ્રસંગે લહેંગાની જગ્યાએ બનારસી સિલ્ક સાડી પહેરીને નવવધુ બની હતી. તેના પર હળવા બ્રોડર ધરાવતી પ્લેન રેડ ચુનરી અને સોનાના ઘરેણાં સાથે તેણે પોતાના ટ્રેડિશનલ બ્રાઈડલ લુકને કમ્પલિટ કર્યું હતું.

કાજોલ

બોલીવૂડની આ પોપ્યુલર એકટ્રેસને દર્શકોએ ફિલ્મોમાં અનેક વખત નવવધુ બનતા નિહાળી હશે, પણ એ જ્યારે અસલ જિંદગીમાં અભિનેતા અજય દેવગનની નવવધુ બની તો તેણે લહેંગાને બદલે સાડીને નવવધુના પોશાકમાં સ્વીકારી. કાજોલે અજય દેવગન સાથે તેના બંગલા શિવશક્તિના ટેરેસ પર ખૂબ જ સાદગીથી સાત ફેરા લીધા હતા. કાજોલે કોઈ પણ પ્રકારનો દેખાડો કર્યા વિના લીલા રંગની કોટન સાડીને પસંદ કરી હતી. કોટનની પરંપરાગત સાડી પહેરીને નવવધુ બનેલી કાજોલે સોનાના ઘરેણાંની હળવી જ્વેલરી અને મહારાષ્ટ્રીય નથથી પોતાના બાઈડલ-લુકને અંતિમ ઓપ આપ્યો હતો.

ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય-બચ્ચનને થોડા વર્ષ પહેલા બચ્ચન પરિવારની વહુ બની હતી. જ્યારે ઐશ્વર્યા અત્યંત કિંમતી લહેંગાને બદલે બ્રાઈટ ઓરેન્જ કલરમાં પરંપરાગત કાંજીવરમ્ની સાડીમાં નવવધુ બની તો એવું લાગ્યું કે જાણે કે સ્વર્ગમાંથી કોઈ અપ્સરા ધરતી પર ઉતરી આવી છે. ઐશ્વર્યા રાય પોતાની લગ્નની સાડીમાં ખૂબ જ ખુબસુરત લાગતી હતી અને તેની લગ્નની સાડીની કિંમત રૃા.૭૫ લાખ જેટલી હતી. તેની લગ્નની સાડી પર સોનાના તારથી કારીગીરી કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *