ઈન્ટરનેટનો ઉપયોગ સાવધાનીથી

આજે ટેક્નોલોજીએ ભરેલી  હરણફાળને લીધે  સ્માર્ટફોન અને ઈન્ટરનેટની મદદથી દુનિયાના કોઈ  પણ ખૂણે સંપર્ક કરવો સરળ બની કયો છે. મહિલાઓ પણ લેટેસ્ટ ટેક્નોલોજી વપરાશમાં  પાછળ નથી. પરંતુ તે સાયબર ગુનાનો ભોગ બનવામાં પણ અવ્વલ જોવા મળ છે. આ માટે તેમણે ખાસ કાળજી રાખવી જોઈએ.

મહિલા વિરુદ્ધ થતા સાયબર ગુના 

બનાવટી ઈમેઈલ :  એકતરફી પ્રેમ, વ્યવસાયિક મતભેદ, વેરભાવનાને લીધે મહિલાને બદનામ કરવા તેના નામે બોગસ ઈમેઈલ આઈડી  તૈયાર કરીને તેના  પરિચિતો અથવા કુટુંબીજનોને બદિામ કરવા ઈમેઈલક મોકલવામાં આવે છે.હેરેસમેન્ટ વાયા ઈમેઈલ  : વારંવાર ઈમેઈલ મોેકલી ઈમેઈલ ક્રશ કરવો, ઈમેઈલ મોકલી મહિલાને મળવા બોલાવવી. અશ્લીલ ઈમેઈલ મોકલી હેરાનગતિ કરવી.

સાયબર સ્ટોકિંગ :  ફેસબુક અથવા ઓર્કુટ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર મહિલાની શોધ કરીને તેના પ્રોફાઈલ પર અશ્લીલ કમેન્ટ કરીને ત્રાસ આપવો.

– પોર્નોગ્રાફી :  અશ્લીલ ચિત્ર, વિડિયો, એમએમએસ મોકલી ત્રાસ આપવો, સગીરાઓને અશ્લીલ વિડિયો દેખાડવા.

– મોર્ફિંગ : ટેક્નોલોજીની મદદથી મહિલાની અશ્લીલ તસવીર  બનાવવી,  ત્યારબાદ તે  તસવીરને મોબાઈલફોન, સોશિયલ નેટવર્કિંગ સાઈટ તથા પોર્નસાઈટ પર અપલોડ કરવી.

– ડિફેમેશન :  મોર્ફિંગ સ્પુફિંગની મદદથી મહિલાની બદનામી કરવી. એક તરફી પ્રેમ અથવા દુશ્મનાવટને લીધે લોકો આવું કૃત્ય કરે છે.

પ્રતિબંધાત્મક  ઉપાય :   

ઘરનું સરનામું, મોબાઈલ ફોન નંબર,  બેન્કના ખાતાનો નંબર કોઈને પણ કહેવો કે ક્યાંય પણ લખવો નહીં,  તે એવી રીતે  મૂકવો નહીં  જેથી કોઈ અજાણી વ્યક્તિના હાથમાં આવી જાય.

* ઈમેઈલ  અને એસએમએસના જવાબ આપતી વેળા સાવધ રહેવું. તે દ્વારા ઈત્તર માહિતી અને ખાનગી માહિતીના જવાબ વિચારીને આપવા.

* સોશિયલ સિક્યોરિટી નંબર કોઈને આપવો નહીં.

* બેન્કના ખાતાની નિયમિત તપાસ કરવી.

* બેન્કના ખાતા, ઈમેઈલ અકાઉન્ટ, સોશિયલ નેટવર્કિંગ સાઈટના પાસવર્ડ  નિયમિત બદલવા.

*  અંગત માહિતી જાણતી  વ્યક્તિ સાથે સંબંધ બગડયા બાદ તેને કહેલો પાસવર્ડ કે અન્ય ખાનગી માહિતી તરત જ બદલવી.

* ઈમેઈલ કે  સોશિયલ  નેટવર્કિંગ સાઈટ હેક થતી હોવાનું લાગે તો કોમ્પ્યુટર નિષ્ણાતને પૂછીને ખાતરી કરી લેવી.

* ઈમેઈલ આઈડી તૈયાર કરતી વેળાના સવાલ અને જવાબ કોઈને કહેવા નહીં.

* માતા-પિતા કે અન્ય વિશ્વાસુ વ્યક્તિનોે સહકાર મેળવો.

ફરિયાદ  ક્યાં કરવી?

મહારાષ્ટ્રના  મુંબઈ પુણે જેવાં આઈટી હબ શહેરોમાં પોલીસે સાયબર સેલની  સ્થાપના કરી છે. તેમાં સાયબર  ગુનાની ફરિયાદ લેવામાં આવે છે.

* સ્થાનિક પોલીસ મથક અને સાયબર ફરિયાદ કરી શકાય.

*  સાયબર પોલીસ મથકમાં ઈમેઈલ  દ્વારા પણ કરવામાં આવેલી ફરિયાદ નોંધવામાં આવે છે અને તેની કાર્યવાહી પણ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *