શો સ્ટોપરથી ઝીનત અમાનની ઓટીટી પર એન્ટ્રી.
નાણાંભીડને કારણે ઝીનત અમાનનો પહેલો વેબ શો શો સ્ટોપર અટકી ગયો હોવાની અફવાઓને શોના નિર્દેશક મનિષ હરિશંકરે નકારી કાઢી તેને પાયા વિહોણી ગણાવી હતી. મનિષે જણાવ્યું હતું કે એક્ટર્સને તમામ નાણાં ચૂકવાઇ ગયા છે અને પ્રોડકશન્સના પણ ૯૦થી ૯૫ ટકા નાણા ચૂકવાઇ ગયા છે. ડબિંગનું કામ પુરૂ કર્યા બાદ હાલ શોના પોસ્ટ પ્રોડકશનનું કામ ચાલુ છે અને અમે ટૂક સમયમાં તેની રજૂઆતની તારીખની જાહેરાત કરીશું. એક અહેવાલમાં એવો દાવો કરાયો હતો કે મનિષે ટેક્સ રિટર્ન ભર્યા ન હોવાથી તેના નાણાંકીય વહેવારો વિશે પણ શંકા ઉભી થઇ છે. એક વર્ષથી શોના ક્રુના રોજિંદા કર્મચારીઓને નાણાં ન ચૂકવાયા હોવાનો દાવો કરાયો હતો. ઝરીના વહાબ, શ્વેતા તિવારી અને ઝિનત અમાનને ચમકાવતાં આ શોમાં દુનિયામાં ૮૦ ટકા મહિલાઓ તેમના જીવન દરમ્યાન શા માટે ખોટી સાઇઝની બ્રા પહેરે છે તે દર્શાવવામાં આવ્યું છે. ખોટી સાઇઝની બ્રા પહેરવાથી આરોગ્યની ગંભીર સમસ્યાઓ ઉભી થાય છે. આ શોનું શૂટિંગ ભોપાળ, ઇન્દોર અને મુંબઇમાં કરવામાં આવ્યું છે.