અજય આ ફિલ્મમાં એક્ટિંગ કરશે કે નહિ તે નક્કી નથી.
રામચંદ્ર ગુહાએ પછાત વર્ગના ક્રિકેટર પર લખેલાં પુસ્તકના આધારે ફિલ્મ બનશે.
અજય દેવગણની સ્પોર્ટસ ડ્રામા ‘મૈદાન’ બોક્સ ઓફિસ પર સુપર ફલોપ સાબિત થઈ હતી. પાછલાં બે વર્ષોમાં સ્પોર્ટસ અંગેની મોટાભાગની ફિલ્મો ચાલી નથી. આમ છતાં પણ અજય દેવગણ વધુ એક સ્પોર્ટસ ડ્રામા બનાવવાનો હોવાનું જાણવા મળ્યું છે. રામ ચંદ્ર ગુહાએ ક્રિકેટર પાલવંકર બાલૂ પર એક પુસ્તક લખ્યું છે. તેના આધારે ફિલ્મ બનાવવાના રાઈટ્સ તિગ્માંશુ ધુલિયાએ ખરીદી લીધા છે. અજય દેવગણ પણ આ ફિલ્મના પ્રોડક્શનમાં જોડાયો છે. જોકે, અજય આ ફિલ્મમાં એક્ટિંગ પણ કરશે કે કેમ તે હજુ નક્કી નથી. રામચંદ્ર ગુહાએ જાતે આ ફિલ્મ બની રહી હોવાનું કન્ફર્મ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે રણવીર સહિતના કલાકારોની ભારતના વર્લ્ડ કપ વિજય પરની ફિલ્મ ‘૮૩’ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી. શાહિદ કપૂરની ‘જર્સી’ પણ ટિકિટબારી પર ફલોપ પુરવાર થઈ હતી. છેલ્લાં બે અઢી વર્ષમાં ભાગ્યે જ કોઈ સ્પોર્ટસ આધારિત ફિલ્મ ચાલી છે. આમ છતાં પણ નવા વિષયોના અભાવે બોલીવૂડ સર્જકો વારંવાર સ્પાર્ટસ બાયોપિકને અજમાવ્યા કરે છે.