અજય અને તબુ સાથે હોય તેવી દસમી ફિલ્મ.
ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી પરંતુ ફલોપ થવાની બીકે ફિલ્મ પાછી ઠેલાઈ ગઈ.
અજય દેવગણ અને તબુની ફિલ્મ ‘ઔરો મેં કહાં દમ થા’ હવે આગામી જુલાઈની પાંચમી તારીખે રજૂ થશે. મૂળ આ ફિલ્મ ગત એપ્રિલમાં રીલિઝ થવાની હતી. એપ્રિલમાં બોક્સ ઓફિસ પર અનેક ફિલ્મોની ભરમારના કારણે આ ફિલ્મની કમર્શિઅલ તકો પર અસર પડે તેમ હોવાથી ફિલ્મની રીલિઝ માંડી વળાઈ હતી. તે જ અરસામાં રજૂ થયેલી અજય દેવગણની ‘મૈદાન’ ક્રિટિક્સ દ્વારા વખણાયા છતાં પણ બોક્સ ઓફિસ પર ફલોપ થઈહતી. આમ નેગેટિવ વાતાવરણને કારણે સર્જકો કોઈ જોખમ લેવા માગતા ન હતા. અજય દેવગણની દિગ્દર્શક નીરજ પાંડે સાથેની આ પહેલી ફિલ્મ છે. તે અને તબુ સ્ક્રીન શેર કરતાં હોય તેવી આ દસમી ફિલ્મ છે. ફિલ્મનું ટીઝર રીલિઝ કરી દેવામાં આવ્યું છે. તે સાથે જ તેની નવી રીલિઝ ડેટ પણ એનાઉન્સ કરવામાં આવી છે.