મરણ પથારીએ પડેલા વૃધ્ધ આત્માને પણ જીવવાની ધણી આશા હોય છે. પુત્રના પુત્રના લગ્ન જોવાની મહેચ્છા હોય છે.આશા તૃષ્ણાથી હેરાન થયેલા જીવને આ દુનિયા છોડવી ગમતી નથી. સુખી હોવાં છતાં દુઃખમાં પીડાય છે
જગતના તમામ જીવ સ્વાર્થ,મોહ,માયા,મમતા,દયા, ભાવના અને સહિષ્ણુતાના આવરણ વચ્ચે જન્મે છે અને મૃત્યું પામે છે. જન્મ થતાં જ બાળક પર માતાની મમતા અને હેત ભાવનાની દ્રષ્ટિ રહે છે. બાળક મોટો થશે ઘડપણ નો સહારો બનશે એવી આશાઓ સાથે જીવન પસાર થાય છે. માની મમતા અને કરૂણા સામે સ્વાર્થની કોઈ કિંમત નથી. તે પ્રેમ અમર અને બિનસ્વાર્થી નિખાલસ છે. પશુ પંખીઓનું જીવન જુદું હોય છે. તેમના બચ્ચાં જન્મે પછી તેમના પ્રેમ બચ્ચાં ઉડતાં થાય ત્યાં સુધી જ માતા પિતાનો પ્રેમ હોય છે. બચ્ચાંની પાંખો ફૂટે અને તે ઉડી શકે એટલે તેની માતા તેનાથી દૂર થાય છે. તેમને આવતી કાલ કે ઘડપણની ચિંતા નથી. આપણને ઘડી પછીની ખબર નથી છતાં આશાની ઈમારતો બાંઘીને માયાજાળમાં ગુંચવાતા જઈએ છીએ. આપણે હવામાં મહેલ બાંધીએ છીએ. આ મહેલના પાયામાં જેની જરૂર છે તેનાથી વંચિત રહે છે, અને હવા મહેલ જમીન દોસ્ત થઈ જાય છે.કરોળિયાની માફક આપણે માયાજાળમાં ગૂંચવાઈએ છીએ.
મરણ પથારીએ પડેલા વૃધ્ધ આત્માને પણ જીવવાની ધણી આશા હોય છે. પુત્રના પુત્રના લગ્ન જોવાની મહેચ્છા હોય છે.આશા તૃષ્ણાથી હેરાન થયેલા જીવને આ દુનિયા છોડવી ગમતી નથી. સુખી હોવાં છતાં દુઃખમાં પીડાય છે. એકના બે, બે ના ચાર કરવામાં જીવ જગતને લૂટતા અચકાચો નથી કે કુદરતથી ડરતો નથી.સ્કુટર મળીયા પછી મારૂતિકારની ફલાંગ મારે છે એક પછી બીજી પછી ત્રીજી આશાઓ વધતી જાય છે. એક રાજાને મખબલના ગાલીચામાં ઉંધ નથી આવતી,તેની જાગીરી તેના ઉજાગરાનું કારણ છે. જમીન પર પથારી કરીને મસ્ત ફકીર આરામથી ઉંઘે છે. આકાશ તેનું છત છે, પૃથ્વી પથારી છે. તેને સંતોષની ઉંઘ આવે છે. સંતોષ જેવું બીજુ ધન નથી. આજે માનવીના મનમાં સંતોષ અને ધીરજ લુપ્ત થઈ રહ્યા છે. આત્મ સંતોષ નથી. તેથી જ દુઃખના ડુંગરો સુખના રસ્તા રોકીને ઉભા છે. એક દુઃખી માણસ દશ જણાને દુખી કરી રહ્યો છે. છતાં દુઃખનું મૂળ શોધી શકતો નથી. મોહ માયા અને મમતા તેનું કારણ છે.