જે ક્ષણે જાગરૂકતા જતી રહે છે, તે બંધનની એક પ્રક્રિયા બની જાય છે. એટલે જો તમે જરૂરી જાગરૂકતા સાથે તેને કરતા હોવ; તો હા, તમારે જરૂરી વાતાવરણ બનાવવું જ જોઈએ
પ્રશ્ન: શું મારી માટે એક યોગ્ય વાતાવરણ બનાવવા માટે કોઈ જાપ કરવો કે પૂજા કરવી ઠીક છે ?
સદ્ગુરુ: દરેક વ્યક્તિએ પોતાની માટે એક યોગ્ય વાતાવરણ બનાવવું પડે છે. જો તમે તમારા શૌચાલયમાં પણ પ્રાર્થનામય રહી શકતા હોવ, તો તે અદ્વુત છે. પણ મોટા ભાગના લોકો માટે, આવું નથી હોતું. કમ સે કમ થોડા સમય માટે તેનો અનુભવ કરવા માટે, તેમને એક ખાસ જગ્યા અને સમયની જરૂર પડે છે. આ માટે જ મંદિરો બનાવવામાં આવતા હતા – તમારી માટે એક યોગ્ય વાતાવરણ બનાવવા માટે. અને આ માટે જ પરંપરાગત રીતે, તમે તમારા ઘરમાં પૂજાનું એક સ્થાન બનાવતા હતા; જાપ અને બીજી ઘણી બધી વસ્તુઓ કરતા હતા. તે કરવું બહુ જરૂરી છે. પણ તેમાં ફસાઈ ના જશો. જ્યાં સુધી તમે જાગરુક રહો કે તે એક સાધન છે અને તમે તેનો ઉપયોગ કરી રહ્યા છો, તે બહુ અદ્વુત છે. જો તમે જાણતા હોવ કે પહેલું પગલું છે અને તમે આનાથી આગળ વધી જશો, તો કોઈ સમસ્યા નથી. પણ જો તમે વિચારતા હોવ કે, ”આ જ બધું છે,” તો તમે અને બીજા લોકો એકબીજા સાથે ઝઘડશો. કેમ કે બની શકે કે તેમના ભગવાનના ચાર હાથ હોય અને તમારા ભગવાનના બે હાથ હોય. શું આજે દુનિયામાં આવું જ નથી થઈ રહ્યું ?
આ અદ્વુત સાધનો ઘણી જાગરૂકતા સાથે બનાવવામાં અવ્યા હતા. પણ જે ક્ષણે જાગરૂકતા જતી રહે છે, તે બંધનની એક પ્રક્રિયા બની જાય છે. એટલે જો તમે જરૂરી જાગરૂકતા સાથે તેને કરતા હોવ; તો હા, તમારે જરૂરી વાતાવરણ બનાવવું જ જોઈએ. પોતાની માટે જરૂરી સમય અને વાતાવરણ બનાવવું ખૂબ મહત્વનું છે.