આમિર પુત્ર માટે ગ્રાન્ડ લોન્ચ ન કરી શક્યો.
પત્રકાર કરસનદાસ મૂળજી સામે ધર્મગુરુએ કરેલા બદનક્ષી કેસ પર આધારિત ફિલ્મ.
બોલીવૂડના ટોચના સુપર સ્ટાર મનાતા આમિર ખાનના પુત્ર જુનૈદની પહેલી ફિલ્મ ‘મહારાજ’ આવતા મહિને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ થશે. બોલીવૂડના ધુરંધર કલાકારો તથા ફિલ્મ સર્જકો પોતાના સંતાનોને બહુ મોટાપાયે લોન્ચ કરતા હોય છે. તેની સરખામણીએ આમિરના પુત્રની કેરિયર બહુ સામાન્ય રીતે લોન્ચ થઈ રહી છે. ભારતીય પત્રકારત્વના ઈતિહાસમાં મહારાજ લાઈબ લ કેસ જાણીતો છે. કરસનદાસ મૂળજી નામના પત્રકાર પર એક ધર્મગુરુએ બદનક્ષી કેસ કર્યો હતો . ૧૮૬૨નો આ કેસ આજે પણ મીડિયાની સ્વતંત્રતાને વ્યાખ્યિત કરવાની બાબતમાં માઈલસ્ટોન ગણાય છે. ફિલ્મમાં જૂનૈદનો મુકાબલો જયદીપ અહલાવત સામે છે.
ફિલ્મના અન્ય કલાકારોમાં શાલિની પાંડેનો સમાવેશ થાય છે. જ્યારે શર્વરી વાઘ પણ આ ફિલ્મમાં કેમિયો કરી રહી છે. ફિલ્મનું દિગ્દર્શન સિદ્ધાર્થ પી. મલ્હોત્રાએ કર્યું છે. જૂનૈદ આ ઉપરાંત ખુશી કપૂર સાથે પણ એક ફિલ્મમાં કામ કરી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ચૂક્યું છે. જૂનૈદને સાઈ પલ્લવી સાથે પણ એક ફિલ્મ મળી ચૂકી છે.