ભારતમાં આર્થિક સુધારાની ગતિ જળવાઈ રહેશે: રાજન

ભારતમાં નરેન્દ્ર મોદી કે અન્ય કોઈપણ સરકાર આવશે તો પણ તેની આર્થિક નીતિઓમાં સુધારા જળવાઈ રહેશે એમ રિઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજને જણાવ્યું હતું. ભારતીય નીતિમાં અસંખ્ય સાતત્યતા ઊભી કરવામાં આવી છે.  કોઈપણ સરકાર આવશે તેમની પાસે મજબૂત પાયો હશે જેના આધારે તેઓ આર્થિક નીતિઓ ચાલુ રાખી શકશે એમ રાજને એક ખાનગી ટીવીને આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું.સત્તા પર આવવાના ટૂંક સમયમાં જ નવી સરકાર બજેટ રજુ કરશે જેમાં જે સારા કામો થઈ રહ્યા છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરાશે અને બીજા કયા ફેરફાર કરવાના રહે છે તેના પર પણ ધ્યાન અપાશે. ભારતમાં છ સપ્તાહ લાંબી લોકસભા ચૂંટણી૧ જૂનના સમાપ્ત થઈ રહી છે અને પરિણામ ૪ જૂનના રોજ રજુ થશે. હાલના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ફરી સત્તા પર આવશે તેવી ધારણાંઓ મૂકવામાં આવી રહી છે. માળખાકીય ક્ષેત્રમાં વ્યાપક ઉણપોને ધ્યાનમાં રાખતા મોદી સરકારના કાળમાં માળખાકીય ખર્ચ આવશ્યક હતો. જો કે આગળ જતા ભારતે માળખાઓની કવોલિટી પર ધ્યાન આપવાનું રહેશે એમ રાજને વધુમા ંજણાવ્યું હતું. માળખાકીય ક્ષેત્રે ઈન્વેસ્ટમેન્ટસનો લાભ માત્ર મોટા માથાઓને ન થઈ રહે તે પણ જોવાનું રહેશે. ૨૦૨૪ અને ૨૦૨૬ના ગાળામાં ભારતમાં નવા માળખા ઊભા કરવા પાછળ આશરે રૂપિયા ૪૪.૨૫ ટ્રિલિયનનો ખર્ચ થવાનો અંદાજ છે જેનાથી ૨૦૩૦ સુધીમાં ભારતને ૯ ટકાનો આર્થિક વિકાસ દર સાધવામાં મદદ મળશે એવો અંદાજ મુકાઈ રહ્યો  છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *