સલમાનની સિંકદરમાં વિલનના રોલ માટે સાઉથના ત્રણ કલાકારો હોડમાં

એ. આર. મુરગાદોસને સક્ષમ વિલનની શોધ.

પ્રકાશ રાજ, અરવિંદ સ્વામી ઉપરાંત કાર્તિકને પણ ઓફર કરાઈ હોવાની ચર્ચા.

સલમાન ખાનની ‘સિકંદર’  ફિલ્મમાં વિલનના રોલ માટે સાઉથના કલાકારો પ્રકાશ રાજ, અરવિંદ સ્વામી ઉપરાંત કાર્તિક હોડમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. ફિલ્મના સર્જક એ. આર. મુરગાદોસનું માનવું છે કે ફિલ્મનો વિલન જેટલો  સક્ષમ અને દમદાર હશે તેટલી જ ફિલ્મ વધારે બહેતર બનશે અને તેટલો જ નાયકનો રોલ વધારે ઉભરી આવશે. આથી તેઓ કોઈ લોકપ્રિય ઉપરાંત બહેતરીન અભિનેતાને વિલન તરીકે પસંદ કરવા માગે છે. ફિલ્મની ટીમે આ માટે અરવિંદ સ્વામી, પ્રકાશ રાજ ઉપરાંત કાર્તિકનો સંપર્ક કર્યો છે. સલમાન અને પ્રકાશ રાજ અગાઉ ‘વોંટેન્ડ ‘ ફિલ્મમાં સામસામે આવી ચૂક્યા છે. ‘સિંઘમ’ સહિતની  ફિલ્મમોમાં વિલન તરીકે પ્રકાશ રાજનું કામ હિંદીના દર્શકોને બહુ પસંદ આવ્યું છે. આથી આ હોડમાં તે સૌથી મોખરે હોવાનું મનાય છે. 

સિકંદર’ની હિરોઈન તરીકે પણ જુદાં જુદાં નામ વિચારાઈ રહ્યાં છે. કિયારા અડવાણીનું નામ પણ વહેતું થયું છે. જોકે, આ બાબતે કોઈ આખરી નિર્ણય લેવાયો નથી.  ફિલ્મનું શૂટિંગ આવતા મહિને શરુ થવાનું  છે.  ફિલ્મ આવતાં વર્ષે ઈદમાં રીલીઝ કરવાનું પ્લાનિંગ છે. પાછલા કેટલાક સમયથી કેરિયરમાં ભારે પછડાટનો સામનો કરી રહેલો સલમાન ખાન આ ફિલ્મ માટે બહુ સિરિયલ છે. તેણે ફિલ્મની તૈયારી બરાબર થઈ શકે તે માટે બિગ બોસની ઓટીટી સીરિઝને હોસ્ટ કરવાની ઓફર પણ આ વખતે નકારી કાઢી છે. તેના કારણે હવે અનિલ કપૂર આ સીરિઝ હોસ્ટ કરવાનો છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *