સોશિયલ મીડિયા પર વાત વહેતી થઈ.
સગાઈની અફવા વચ્ચે સારાએ આયુષ્યમાન ખુરાના સાથે નવી કોમેડી ફિલ્મ સાઈન કરી.
સારા અલી ખાને એક બિઝનેસમેન સાથે સગાઈ કરી લીધી હોવાની વાત વહેતી થઈ છે. સોશિયલ મીડિયા સાઈટ્સ પર કેટલાક નેટ યૂઝર્સ દ્વારા આવો દાવો થઈ રહ્યો છે. જોકે, આ અફવા વચ્ચે સારા અલી ખાને આયુષ્યમાન ખુરાના સાથે નવી કોમેડી ફિલ્મ સાઈન કરી લીધી હોવાનું પણ જાણવા મળે છે. નેટ યૂઝર્સના દાવા અનુસાર સારા અલી ખાન આ વર્ષમાં લગ્ન કરી લેશે. ઉલ્લેખનીય છે કે સારાનું નામ અગાઉ બિઝનેસમેન વીર પહાડિયા સાથે સંકળાઈ ચૂક્યુ છે. વીર પહાડિયા જાહ્વવી કપૂરના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનો ભાઈ છે.
આ ઉપરાંત સારા કાર્તિક આર્યન તથા શુભમન ગિલ સાથે પણ રિલેશનશિપમાં હોવાની અફવાઓ અગાઉ ઉડી ચૂકી છે. બીજી તરફ સગાઈની અફવા વચ્ચે સારાએ આયુષ્યમાન ખુરાના સાથે એક નવી કોમેડી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મ કરણ જોહર બનાવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ પણ શરુ થઈ ચૂક્યું છે. જોકે, ફિલ્મનું ટાઈટલ હજુ નક્કી નહીં હોવાનું ટ્રેડ વર્તુળોએ જણાવ્યું છે.