આ વર્ષે અનેક સેલેબ્સના ઘરે પારણું બંધાયું છે. શરૂઆતમાં અનુષ્કા શર્માએ પુત્ર અકાયને જન્મ આપ્યો હતો. બીજી તરફ દીપીકા પાદુકોણ અને રણવીર સિંહે ચાહકો સાથે ગુડ ન્યૂઝ શેર કરી હતી. હવે કેટરીના કૈફ પ્રેગનન્ટ હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. આ સમાચાર ત્યારે આગની જેમ ફેલાયા જ્યારે સોશિયલ મીડિયા પર કેટરીનાનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસ વિદેશના રસ્તા પર વોક કરતી નજર આવી રહી છે. આ દરમિયાન એક્ટ્રેસનો બેબી બમ્પ પણ સ્પષ્ટ નજર આવી રહ્યો છે. હવે તેમના બાળકના ડિલીવરી અંગે એક અપડેટ સામે આવ્યું છે.
આ દેશમાં બાળકને આપશે જન્મ!
મંગળવારે ઈન્ટરનેટ પર એક્ટ્રેસ કેટરીના કૈફ અને વિકી કૌશલનો લંડનના રસ્તા પર ફરતો એક નવો વીડિયો સામે આવ્યો છે. ઓનલાઈન વીડિયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર તે અંગે અનેક ટિપ્પણીઓ આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કેટરીના તેના પહેલા બાળકની આશા રાખી રહી છે. એક અહેવાલ પ્રમાણે એક્ટ્રેસ પ્રેગનન્ટ છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે જો બધુ બરાબર રહેશે તો કેટરિના અને વિકી યુકેમાં તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરશે.કેટરિના યુકેમાં ઉછરી છે અને લંડનના હેમ્પસ્ટેડમાં તેનું ઘર પણ છે. આવી સ્થિતિમાં કેટરિના લંડનમાં જ પોતાના બાળકને જન્મ આપશે. આ દિવસોમાં તેનો પતિ વિકી પણ તેની સાથે છે. જે તેનું સંપૂર્ણ ધ્યાન રાખી રહ્યો છે.