સખી કલબ ઓફ પોરબંદર દ્વારા ઉનાળાની ઋતુને અનુલક્ષીને કમલાબાગમાં થયુ આયોજન: વિવિધ પ્રકારની રમતો યોજાતા વિશાળ સંખ્યામાં તરૂણીઓ, યુવતીઓ, મહીલાઓ જોડાઇ
હાલમાં ઉનાળો પોતાનો આકરો મીજાજ દાખવી રહ્યો છે ત્યારે પ્રકૃતિ વચ્ચે ભોજનની મજા જ કાંઇક નોખી અનોખી છે માટે પોરબંદરમાં સખી કલબની સખીઓએ બગીચામાં ભુંગળા-બટેટા, દાબેલી, ભજીયા, સેન્ડવીચની કરી દાબડા પાર્ટી કરી હતી.
સખી કલબ ઓફ પોરબંદરના ઉપક્રમે ઉનાળાની ઋતુને અનુલક્ષીને કમલાબાગમાં દાબડા ઉજાણી રાખેલ હતી જેમાં મહીલાઓ ઘરેથી અવનવી વાનગીઓ તૈયાર કરીને લાવી હતી. કોઇ ભુંગળા બટેટા તો કોઇ ભજીયા કોઇ સેન્ડવિચ તો કોઇ દાબેલી કોઇ બ્રેડ બટર તો કોઇ સ્વીટ તો કોઇ ફ્રુટ અને કોલ્ડ્રીંકસ વગેરે લાવી હતી અને ત્યારબાદ કમલાબાગના પ્રકૃતિમય વાતાવરણમાં સખીઓએ સમૂહમાં ભોજન લીધુ હતુ. સાથે ખુબ જ સુંદર અવનવી ગેમ્સ તથા હાઉઝી રમાડેલ સાથે ડ્રેસકોડની હરીફાઇ પણ રાખેલ બહેનોએ બહોળી સંખ્યામા ભાગ લીધેલ વિજેતા બહેનોને ઇનામ આપી પ્રોત્સાહીત કરેલ હતા. પોરબંદર છાંયા નગરપાલીકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારીના યુ.કે.નિવાસી સખી પુષ્પાબેન આમંત્રણને માન આપી અત્રે પધારેલ ડો.ચેતનાબેન તિવારીએ શુભેચ્છા ભેટ સાથે સ્વાગત કરેલ હતુ. આ આખા પ્રોગ્રામને સફળ બનાવવા પોરબંદર છાંયા નગરપાલીકાના પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી, મધુબેન, ભાવનાબેન, રૂપાબેન, અલકાબેન, પુજાબેન,વર્ષાબેને જહેમત ઉઠાવેલ હતી.