પ્રાણી અને પક્ષીઓ માટે ઘાસચારો, અનાજ અને પાણી આપવાના આદેશો આપવા બદલ રાજસ્થાન સરકારના શાસન સચિવ રવિ જૈન (IAS) નો આભાર માનતું સમસ્ત મહાજન વૈશ્વીક સ્તરે જળ, જંગલ, જમીન, જનાવર, જનની સુખાકારી માટે કાર્યરત સમસ્ત મહાજન દ્વારા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી અને ભારત સરકારનાં એનીમલ વેલફેર બોર્ડનાં સભ્ય ડૉ. ગીરીશ શાહનાં નેતૃત્વમાં રાજસ્થાન સરકારના રવિ જૈન (IAS), શાસન સચિવ, પંચાયતી રાજ વિભાગને પ્રાણી અને પક્ષીઓ માટે ઘાસચારો, અનાજ અને પાણી આપવાના આદેશો આપવા બદલ સમસ્ત મહાજનની ટીમે જીવદયાનું આ ઉત્કૃષ્ટ કાર્ય કરવા બદલ રવિ જૈન (IAS) નો આભાર માન્યો હતો. રાજસ્થાનની જેમ સમગ્ર ભારતમાં દરેક રાજય સરકાર આ પ્રકારનો પરીપત્ર બહાર પાડે તે માટે સમસ્ત મહાજનની ટીમ દરેક રાજયમાં રૂબરૂ જઈને પ્રયત્ન કરશે.સમસ્ત મહાજનની ટીમે રવિ જૈન (IAS)નું પંચગવ્યમાંથી બનાવેલી ગણપતિની મૂર્તિથી તથા અયોધ્યામાં બિરાજેલ રામલલાની તસવીર આપી અભિવાદન કર્યું હતું. અત્રે ઉલેખનીય છે કે, સમસ્ત મહાજનના ડો. ગીરીશભાઈ શાહ અને મિતલ ખેતાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જીવદયા પ્રવૃત્તિઓ સતત કરવામાં આવી રહી છે.