તારક મહેતાની જાણીતી એક્ટ્રેસ વિશ્વ વિખ્યાત કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી

14મી મેથી 77મો કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024 ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે શરૂ થયો છે. જેમાં આ વર્ષે ભારતની અનેક હસ્તીઓ ભાગ લઈ રહી છે. તેમજ આ વર્ષે કેટલાક નવા ચહેરાઓ પણ ડેબ્યુ કરશે, જેમાં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની અભિનેત્રી દીપ્તિ સાધવાનીનો સમાવેશ થાય છે. જેમાં પહેલા જ દિવસે તેના ઓરેન્જ કલરના ગાઉન લૂકની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે. લોકો જાણવા ઉત્સુક છે કે હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી આ અભિનેત્રી કોણ છે? 

દીપ્તિ સાધવાણી કોણ છે?

દીપ્તિ સાધવાની આમ તો ફાઇનાન્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે, પરંતુ તેને એક્ટિંગનો શોખ છે. દીપ્તિએ  ઘણા ટીવી શો, ફિલ્મો અને મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. આ સિવાય તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને ‘હાસ્ય સમ્રાટ’ જેવા શોમાં પણ જોવા મળી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમણે જાસૂસ નોકરાણીનો રોલ કર્યો હતો. અભિનેત્રીએ ફિલ્મ ‘નઝર હટી દુર્ઘટના ઘટી’ અને ‘રોક બેન્ડ પાર્ટી’માં કામ કર્યું છે. એક્ટર હોવા ઉપરાંત, દીપ્તિ એક સિંગર પણ છે અને તેણે ઘણા હરિયાણવી ગીતો પણ ગાયા છે. તે બાદશાહના મ્યુઝિક વીડિયો ‘હરિયાણા રોડવે’માં પણ જોવા મળી હતી.

ઓરેન્જ સ્લિટ ફર ગાઉન પહેરેલી જોવા મળી દીપ્તિ 

અભિનેત્રીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કાન ફિલ્મ ફેસ્ટિવલ 2024નો ફોટો શેર કર્યો છે. જેમાં દીપ્તિ ઓરેન્જ સ્લિટ ફર ગાઉન પહેરેલી જોવા મળી હતી. અભિનેત્રીના ગાઉનનો ફર વેલ ઘણો લાંબો છે. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. જવેલરીમાં તેણે હીરાની ઈયરીંગ્સ અને હાથમાં બ્રેસલેટ પહેર્યું હતું. આ ફોટો સામે આવ્યા બાદ અભિનેત્રીનો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.