વાંચો તમારું 16 મેં 2024નું રાશિ ભવિષ્ય

મેષ : આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કામકાજ થવાથી કામ કરવાનો ઉત્સાહ વધે. સંતાનના પ્રશ્ને ચિંતા ઓછી થાય.

વૃષભ : આપ હરો-ફરો કામકાજ કરો પરંતુ આપના હૃદય-મનને શાંતિ રાહત જણાય નહીં. માતૃપક્ષની ચિંતા અનુભવાય.

મિથુન : આપના યશ-પદ -ધનમાં વધારો થાય તેવી કાર્ય રચના થવાથી આનંદ રહે. સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ રહે.

કર્ક : આપને બેંકના, વીમા કંપનીના, શેરોના કામકાજમાં સાનુકુળતા મળી રહે. ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જવાથી લાભ થાય.

સિંહ : આપના અગત્યના કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. મહત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.

કન્યા : રાજકીય સરકારી કામમાં, ખાતાકીય કામમાં આપને રુકાવટ મુશ્કેલી અનુભવાય. ખર્ચ-ખરીદીના લીધે નાણાંભીડ રહે.

તુલા : આપના કાર્યમાં આકસ્મિક સાનુકુળતા આવી જતાં આપના દોડધામ શ્રમમાં ઘટાડો થાય. પરદેશના કામમાં પ્રગતિ જણાય.

વૃશ્ચિક : દિવસના પ્રારંભથી જ આપે સતત કોઇને કોઈ કામકાજમાં વ્યસ્ત રહેવાનું થાય. પરંતુ ઘર-પરિવારની ચિંતા રહે.

ધન : નોકરી-ધંધાના કામકાજ અંગે બહાર કે બહારગામ જવાનું બને. સહકાર્યકર વર્ગ નોકર-ચાકર વર્ગનો સાથ સહકાર મળી રહે.

મકર : દિવસના પ્રારંભથી જ સુસ્તી-બેચેની જેવું લાગ્યા કરે. વધુ પડતી દોડધામ- શ્રમના લીધે તબિયતની અસ્વસ્થતા જણાય.

કુંભ : આપના કામમાં અન્યનો સહકાર મળી રહે. જાહેર ક્ષેત્રના કામમાં, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવું પડે.

મીન : કોર્ટ-કચેરીના કામકાજ અંગે દોડધામ- શ્રમ-ખર્ચ જણાય. પુત્ર-પૌત્રાદિકના કામકાજ અંગે વ્યસ્તતા રહે.