છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે.
વેસ્ટર્સન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ પણ આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસમાં .. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સંઘ પ્રદેશમાં કમોસમી વરસાદ વરસી શકે છે.
આજે ક્યાં પડશે વરસાદ
આજે સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર,જૂનાગઢ,અમરેલી,ભાવનગર, મોરબી,દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અહીં બપોર બાદ ભારે પવન સાથે વરસાદ થવાનો અનુમાન છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી વરસેલા કમોસમી વરસાદથી રાજ્યભરના મહત્તમ તાપમાનમાં ઘટાડો થશે. એક જ દિવસમાં અમદાવાદના મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદમાં તાપમાનનો પારો ઘટીને પહોંચ્યો 37 ડિગ્રી પર પહોચ્યો છે. .. ગરમી ઘટતા નાગરિકોને આંશિક રાહત મળી છે.ઉલ્લેખનિય છે કે, આ વર્ષે દેશમાં સામાન્ય કરતા વધુ વરસાદ વરસવાની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે. 19 મેથી આંદામાનમાં ચોમાસુ દસ્તક દેશે. એક જુને નૈઋત્યનું ચોમાસું કેરળના દરિયાકાંઠે પહોંચશે.
તો બીજી તરફ દિલ્હી-એનસીઆરમાં તાપમાનમાં વધારો થતાં હીટ વેવ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર અને મુંબઈમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે કરા પડવાની પણ સંભાવના છે.આ દિવસોમાં ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં ભારે ગરમી પડી રહી છે. દિવસેને દિવસે તાપમાન વધી રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, હરિયાણા અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું કે, મંગળવારે દિલ્હીમાં મહત્તમ તાપમાન 40.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સિઝનની સરેરાશ કરતાં એક ડિગ્રી વધુ છે. હવામાન વિભાગે કહ્યું કે બુધવારે દિલ્હી-NCRનું આકાશ સ્વચ્છ રહેશે. દિવસ દરમિયાન તીવ્ર સૂર્યપ્રકાશ રહેશે. મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. દિલ્હીનું લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગે કહ્યું કે, આ અઠવાડિયે ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં હીટ વેવની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હી-NCRમાં આકરી ગરમી પડશે. આ સપ્તાહમાં ગુરુવાર અને શનિવાર વચ્ચે તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. આ ઉપરાંત આ રાજ્યોમાં હીટ વેવની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.કાળઝાળ ગરમી વચ્ચે દેશના અનેક રાજ્યોમાં પણ વરસાદની આશંકા છે. હવામાન વિભાગે કહ્યું કે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં આગામી એક-બે દિવસમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. જોરદાર વાવાઝોડાની સાથે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટિની ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે. મધ્ય પ્રદેશના બેતુલ, ખંડવા, છિંદવાડા, સિવની, બાલાઘાટ, ઝાબુઆ અને ઈન્દોર જિલ્લામાં વરસાદની અપેક્ષા છે.