સોશિયલ મીડિયા હેન્ડલ ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ નહીં ચાલવાને કરવાને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જો કે દરેક સાથે આવું નથી થઈ રહ્યું, માત્ર કેટલાક યુઝર્સ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સોશિયલ મીડિયા એપ્લિકેશન ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કેટલાક યુઝર્સ માટે ડાઉન થઈ ગયું છે. આને કારણે યુઝર્સ પરેશાન થઈ ગયા છે. જો કે બધા સાથે આવું નથી થઈ રહ્યું. પરંતુ કેટલાક યુઝર્સને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ચલાવવામાં મુશ્કેલી થઈ રહી છે. ફેસબુકમાં સમસ્યા બુધવારે સવારે 7 વાગ્યાની આસપાસ નોંધવામાં આવી છે. યુઝર્સનાં એકાઉન્ટ જાતે જ લોગઆઉટ થઈ રહ્યા છે. માહિતી મળી છે કે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક સહિત મેટા એપ્લિકેશન ડાઉન છે, પરંતુ એ સમસ્યા તમામ યુઝર્સ માટે નથી. એવા સંકેત મળ્યા છે કે ન્યુયોર્ક અને કેલીફોર્નીયાની આસપાસ કેન્દ્રિત આઉટેજને કારણે મેટા સર્વિસીસ બંધ થઈ ગઈ છે. દેશભરમાં નાના-નાના આઉટેજના સંકેત મળ્યા છે કે આ એક સર્વર-સાઈડ સમસ્યા હોઈ શકે છે, જેનો જલ્દી ઉકેલ લાવવો જોઈએ.

ડાઉનડિટેકટરે છેલ્લા કેટલાક કલાકોમાં ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અને અન્ય મેટા સર્વિસીસમાં સમસ્યાનો સામનો કરવાનાં અહેવાલ નોંધ્યા છે. ઘણા યુઝર્સે જણાવ્યું છે કે મેસેજવાળું ડિસ્પ્લે પેજ નથી આવી રહ્યું.

આ સાથે X (અગાઉના ટ્વિટર) પર લોકોએ પણ ફરિયાદ કરી છે કે તેમનું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ કામ નથી કરી રહ્યું. X પર #facebookdown પણ ટ્રેન્ડ કરી રહ્યું છે. જો કે હજુ સુધી આ અંગે ફેસબુક તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી.

માર્ચમાં પણ આવી હતી આ સમસ્યા

માર્ચમાં પણ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન થવાના કારણે યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ સમય દરમિયાન, મેટા પ્લેટફોર્મ્સની સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં ગડબડી થઈ હતી. અમેરિકા, યુરોપ, બ્રિટન અને એશિયાના ઘણા ભાગોમાંથી ફરિયાદો આવી હતી. યુઝર્સે જણાવ્યું હતું કે તેઓ સેવાઓનો ઉપયોગ કરી શકતા નથી. યુઝર્સ વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.

આ સમયગાળા દરમિયાન, લાખો લોકો X પર ગયા હતા અને તેમની સમસ્યાઓ વિશે ફરિયાદ કરી હતી. ડાઉન ડિટેક્ટરે આ વિશે જણાવ્યું હતું. જણાવી દઈએ કે ડાઉન ડિટેક્ટર દુનિયાભરમાં આવી ટેકનિકલ સમસ્યાઓ પર નજર રાખે છે. માર્ચની શરૂઆતમાં પણ આવી જ સમસ્યાઓ આવી હતી અને મેટા પ્લેટફોર્મની સોશિયલ મીડિયા એપ્સ ક્રેશ થઈ ગઈ હતી. એપ્સ આપોઆપ લોગ આઉટ થઈ ગઈ હતી, જેના કારણે લોકો લોગઈન કરી શકતા ન હતા.