5,553 જેટલી વર્ગ 3 ની જુનિયર ક્લાર્ક,સિનિયર કલાર્ક સહિત 21 જેટલા સંવર્ગોની લેવાઈ રહી છે પરીક્ષા. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ 3 ની ભરતી માટે ચૂંટણી ને લઈ મોકૂફ રખાયેલ પરીક્ષા રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે. ચૂંટણી ને લઈ રદ કરાયેલ દિવસોની પરીક્ષા 11 મે થી 20 મે સુધી ચાલશે. 5,553 જેટલી વર્ગ 3 ની જુનિયર ક્લાર્ક,સિનિયર કલાર્ક સહિત 21 જેટલા સંવર્ગોની લેવાઈ રહી છે પરીક્ષા. ઉમેદવારોની ઓનલાઇન પરીક્ષા માટે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાઈ રહી છે પરીક્ષા.

આ પરીક્ષા 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ લેવાશે.

આ પરીક્ષા અમદાવાદ, આણંદ, ગોધરા, વડોદરા, ગાંધીનગર, હિંમતનગર, મહેસાણા, મોડાસા, ભાવનગર, ભુજ, જામનગર, જુનાગઢ, રાજકોટ, સુરત, બારડોલી અને વાપી કેન્દ્રમાં લેવામાં આવશે. આ પરીક્ષામાં કૂલ 4 શિફ્ટમાં લેવામાં આવશે.

GSSSB Exam: ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વર્ગ-3ની ભરતી પરીક્ષા શરૂ, જાણો કઈ તારીખે ક્યા કેન્દ્ર પર પરીક્ષા યોજાશે