LRD, PSIની ભરતીમાં શારીરિક કસોટી અંગે હસમુખ પટેલે કરી મોટી જાહેરાત.

અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે.

LRD, PSIની ભરતી અંગે મોટા સમાચારસામે આવ્યા છે. હસમુખ પટેલે પત્રકાર પરિષદ યોજીને આ જાણકારી આપી છે. હસમુખ પટેલે જણાવ્યું કે, શારીરિક કસોટી ચોમાસ પછી લેવાશે. એટલું જ નહીં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફરીથી અરજી કરી શકાશે. લાયકાત ઉમેદવારો આ માટે અરજી કરી શકશે. અરજી કરવા માટે ઉમેદવારોને વધુ એક તક મળશે. શારીરિક કસોટી માટે ઉમેદવારોને ઘણો સમય મળશે. ઑક્ટોબર-નવેમ્બર મહિનામાં શારીરિક કસોટીનું આયોજન છે. PSI માટે સાડા ચાર લાખ જેટલી અરજી મળી છે. જ્યારે LRD માટે સાડા નવ લાખ જેટલી અરજી મળી છે.

લોકરક્ષકમાં બે પાર્ટની અંદર પરીક્ષાનું પેપર લેવાશે . પાર્ટ A અને પાર્ટ B. બન્નેમાં પાસ થવું ફરજિયાત છે, અને બન્નેમાં 40 ટકા ગુણ મેળવવા ફરજિયાત છે. પાર્ટ A 80 માર્કનું હશે જેમાં 80 પ્રશ્નો પુછાશે.

શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઇંગ રહેશે

પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. આમ, શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.

MCQ ટેસ્ટને બદલે 200 માર્ક્સનું એક જ પેપર લેવાશે

અગાઉ શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની બે કલાકની અને 100 ગુણની MCQ TEST લેવામાં આવતી હતી. એને બદલે હવે 200 ગુણનું 3 કલાકનું OBJECTIVE MCQ TESTનું એક જ પેપર લેવામાં આવશે. આ પેપર ભાગ-A અને ભાગ-B એમ 2 ભાગમાં રહેશે અને દરેક ભાગમાં પાસ થવા માટે ઓછામાં ઓછા 40 ટકા ગુણ ફરજિયાત લાવાના રહેશે. જૂના પરીક્ષા નિયમોના વિષયો પૈકી સાઇકોલોજી, સોશિયોલોજી, આઈ.પી.સી., સી.આર.પી.સી., એવિડન્સ એક્ટ જેવા વિષયો રદ કરીને નીચે મુજબના મુખ્ય વિષયો રાખવામાં આવ્યા છે. 

પહેલાં લોકરક્ષકની ભરતીમાં ફક્ત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે જ ઉમેદવારોને વધારાના ગુણ આપવામાં આવતા હતા, જેમાં પણ ઉમેરો કરીને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી અથવા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી કરેલા કોર્સ માટે વધારાના ગુણ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *