દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ફરી એક ચોંકાવનારો ઈમેલ
દિલ્હીમાં હોસ્પિટલોને બોમ્બ બ્લાસ્ટ કરી ઉડાવી દેવાની ધમકી મળતા હડકંપ મચ્યો છે. પોલીસે જણાવ્યું કે બુરાડી અને સંજય ગાંધી હોસ્પિટલમાં ધમકીભર્યા ઈમેલ મળ્યા છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસે આ મામલે ફાયર વિભાગને પણ જાણકારી આપી છે. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઉપરાંત ફાયર વિભાગ, બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો હોસ્પિટલ પહોંચી ગઈ છે. તમામ જગ્યાએ સર્ચ ચાલુ છે.
ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી
દેશની રાજધાની દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો ફરી એક ચોંકાવનારો ઈમેલ આવ્યો છે. આ વખતે બે મોટી સરકારી હોસ્પિટલોને ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળ્યા બાદ પોલીસ એક્શનમાં આવી છે. સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. એએનઆઇના અહેવાલ મુજબ બુરારીની એક સરકારી હોસ્પિટલ અને સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલ મંગોલપુરીને ધમકીઓ મળી છે.
ટીમો હોસ્પિટલ પહોંચી
દિલ્હી પોલીસે જણાવ્યું કે બુરાડી અને સંજય ગાંધી હોસ્પિટલમાં ધમકીભર્યો ઈમેલ મળ્યો છે. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. દિલ્હી પોલીસે આ મામલે ફાયર વિભાગને પણ જાણકારી આપી છે. સમાચાર મળતાની સાથે જ પોલીસ ઉપરાંત ફાયર વિભાગ, બોમ્બ અને ડોગ સ્કવોડની ટીમો હોસ્પિટલ પહોંચી ગઈ છે. તમામ જગ્યાએ સર્ચ ચાલુ છે.
શંકાસ્પદ વસ્તુ મળી નથી
પોલીસે કહ્યું કે તે તાજેતરમાં દિલ્હીની શાળાઓને મોકલવામાં આવેલ ઈમેલ જેવું જ કાવતરું ઈમેઈલ હોવાનું જણાય છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. પોલીસે જણાવ્યું કે બુરાડી હોસ્પિટલને ઉડાવી દેવાની ધમકી ઈમેલ દ્વારા મોકલવામાં આવી હતી, પરંતુ બોમ્બ સ્કવોડ ટીમને હજુ સુધી શંકાસ્પદ વ્યક્તિ મળી નથી. પોલીસને બુરારી હોસ્પિટલમાંથી લગભગ 3.17 વાગ્યે પહેલો કોલ આવ્યો હતો, જેમાં બોમ્બ બ્લાસ્ટની માહિતી આપવામાં આવી હતી. દિલ્હી પોલીસને બીજો કોલ સાંજે 4.26 વાગ્યે આવ્યો હતો, જેમાં સંજય ગાંધી મેમોરિયલ હોસ્પિટલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈમેલની માહિતી આપવામાં આવી હતી.