દ્વારકામાં વિદેશી દારૂ ઝડપાયો

દ્વારકાના શિવરાજપુર બીચ વિસ્તારમાં પોલીસે એક શખસને 3 બોટલ દારૂ સાથે પકડી પાડ્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ વિસ્તારમાં રહેતા વિમલભા બાલુભા સુમણીયા નામના શખ્સ દ્વારા પોતાના મકાનની બાજુના વાડામાં રાખવામાં આવેલી રૂપિયા 1,200ની કિંમતની વિદેશી દારૂની ત્રણ બોટલ પોલીસે કબજે કરી હતી. જોકે આરોપી વિમલભા સુમણીયા પોલીસને હાથ ન લાગતા દ્વારકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *