ખંભાળિયાના સોનારડી ગામમાં પીજીવીસીએલના અગાઉના કોન્ટ્રાક્ટ બાબતનો ખાર રાખી યુવાન પર 5 શખસે હુમલો કરતા પોલીસ ફરિયાદ થવા પામી છે. ખંભાળિયા તાલુકાના સોનારડી ગામે રહેતા વિરેન્દ્રસિંહ બલુભા બચુભા જાડેજા નામના 32 વર્ષના યુવાન ઉપર આ જ ગામના રવિરાજસિંહ ભૂપતસિંહ જાડેજા, અશોકસિંહ મહોબતસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ કલુભા જાડેજા, જયરાજસિંહ મજબૂતસિંહ જાડેજા અને કૃપાલસિંહ દાદભા જાડેજા નામના પાંચ શખ્સોએ એકસંપ કરી ફરિયાદી તથા સાહેદ જશવંતસિંહ નટુભા જાડેજાને બિભત્સ ગાળો કાઢી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

આરોપી રવિરાજસિંહએ પીજીવીસીએલના કોન્ટ્રાક્ટની અગાઉની બાબતનો ખાર રાખી, થયેલી બોલાચાલી બાદ ઉપરોક્ત બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. પોલીસે વિરેન્દ્રસિંહ જાડેજાની ફરિયાદ પરથી તમામ 5 શખ્સો સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક જ ગામમાં રહેતા શખસો વચ્ચે પીજીવીસીએલના કોન્ટ્રાક્ટ બાબતે મારામારી થતાં નાના એવા ગામમાં ચકચાર મચી જવા પામી છે. પોલીસ હવે તમામ આરોપીઓને શોધી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *