22 વ્હિલના ટ્રેલરના બે ટાયર છુટા પડી જતા દુર્ઘટના

વડોદરા નજીક પોર પાસે 22 વ્હિલના ટ્રેલરના બે પૈડાં છુટા પડી જવાથી ઘાયલ એક મહિલાનું આજે ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું.

વડોદરા નજીક પોર પાસેના નેશનલ હાઈવે પર ઇંટોલા ચોકડીથી ઇટોલા રેલવે ફાટક તરફ 22 વ્હિલનું મોટું ટ્રેલર જતું હતું ત્યારે સાંજના સુમારે આ ટ્રેલરના ખાલી સાઇડ પર છેલ્લાથી બીજા નંબરમાં આવેલ બે ટાયરો અચાનક છુટા પડી જતા નજીકથી પસાર થતી બે મહિલાઓ ગીતાબેન અને લક્ષ્મીબેનને ટ્રેલરના ટાયરોના કારણે ઈજાઓ થઈ હતી. આ અંગે ઇટોલા રેલવે સ્ટેશન પાસે રહેતા શંકર વસાવાએ પોલીસને જાણ કરી હતી. બન્ને મહિલાઓને સારવાર માટે ખસેડવામાં આવી હતી. જે પૈકી ગીતાબેનનું ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *