થોડા દિવસો પહેલા નોરા ફતેહીએ જેક્લિન  ફર્નાન્ડિઝના  વિરુદ્ધ માનહાનીનો એક કેસ નોંધાવ્યો હતો. જેમાં તેણે જણાવ્યુ ંહતું કે, તેના પર ખોટા આરોપ મુકવામાં આવ્યા છે અને આ મામલે તેને બલિનો બકરો બનાવાવમાં આવી છે. હવે જેક્લિન પણ નોરા સામે બદનક્ષીનો વળતો દાવો માંડી શકે છે તેવો સંકેત મળ્યો છે. 

જેક્વેલિનના વકીલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે  , અમને કોર્ટ તરફથી કોઇ સત્તાવાર કોમ્યુનિકેશન આ મુદ્દે મળ્યું નથી. ઉપરાંત જેકલિને પણ કદી જાહેરમાં ઇલેકટ્રોનિક, પ્રિન્ટ અથવા તો સોશયલ મીડિયા પર આ બાબતે કોઇ ઉલ્લેખ કર્યો નથી. 

જેક્લિને અત્યાર સુધી સૌજન્ય અને ગરિમા જાળવ્યાં છે પરંતુ તેને કોઈ ખોટા કેસમાં ઘસડવામાં આવશે તો તે પણ બદનક્ષીની કાર્યવાહી સહિતનાં કાનૂની પગલાં ભરી શકે છે. 

સુકેશ ચન્દ્રશેખર કેસમાં આ બંને હિરોઈનો સામસામે આવી ગઈ છે. આ કેસમાં જેક્લિનને સહ આરોપી ગણવામાં આવી છે જ્યારે નોરા પોતાને એક સાક્ષી ગણાવી રહી છે. જેક્લિન અને નોરા બંનેનો દાવો છે કે તેઓ ખુદ સુકેશ ચન્દ્રશેખર દ્વારા ઠગાઈનો ભોગ બન્યાં છે.