પરિણિતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાનાં લગ્ન આગામી નવેમ્બર માસમાં થવાના છે. પરંતુ, તે પહેલાં પરિણિતી એક મ્યુઝિકલ ફિલ્મનું શૂટિંગ કરવાની છે. પરિણિતીનાં લગ્ન આગામી નવેમ્બર માસમાં રાજસ્થાનમાં થવાના હોવાની અટકળો છે જ્યારે આ ફિલ્મનું શૂટિંગ શિડયૂલ ઓક્ટોબર માસમાં ગોઠવાયું છે. આ ફિલ્મ હિરોઈન સેન્ટ્રિક હશે. તેની વાર્તા યુકેની હશે. આથી, ફિલ્મ માટે પરિણિતી ઓવરસીઝ શૂટિંગ માટે પણ જશે. મોટાભાગે અનુપમ ખેર તેના સહકલાકાર તરીકે જોડાશે. થોડા સમય પહેલાં એવા અહેવોલો હતો કે લગ્નના કારણે પરિણિતી તેના હાથ પરના પ્રોજેક્ટસ ઝડપભેર પૂર્ણ કરી રહી છે.