એક સૈનિક હંમેશા સૈનિક રહે છે અને જ્યાં પણ ભારતીય સેનાનો સૈનિક રહેશે ત્યાં ભારતનો ધ્વજ લહેરાતો રહેશે અને જવાન દેશના સન્માન માટે લડતો રહેશે. કંઈક આવું જ ઓસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડના કેર્ન્સમાં જોવા મળ્યું હતું. અહીં 51 વર્ષીય કર્નલ જંગવીર લાંબા ભારતીય સેનાના સર્વિંગ ઓફિસર 18 જૂન 2023ના રોજ ખૂબ જ મુશ્કેલ ગણાતી આયર્ન મેન ટ્રાયથલોન એશિયા પેસિફિક ચેમ્પિયનશિપમાં ભાગ લીધો અને તેને નિયત સમયમાં પૂર્ણ પણ કરી હતી.
કર્નલ લાંબાએ નિયત સમયથી ઓછા સમયમાં પૂર્ણ કર્યું કાર્યક્રમ
આયર્નમેન ટ્રાયથલોનમાં સતત ત્રણ ઈવેન્ટ્સ 3.8 કિમી ઓપન વોટર સ્વિમ, 180 કિમી સાઈકલિંગ અને 42.2 કિમી મેરેથોનનો સમાવેશ થાય છે, જે એક જ દિવસમાં અને તે જ ક્રમમાં પૂર્ણ કરવાની હોય છે. ‘આયર્નમેન’નું બિરુદ મેળવવા માટે સ્પર્ધકો માટે ટ્રાયથલોન પૂર્ણ કરવાની મહત્તમ સમય મર્યાદા સાડા સોળ કલાકની હતી. મહાન શૌર્ય અને બહાદુરી દર્શાવતા કર્નલ લાંબાએ 15 કલાક અને 24 મિનિટમાં આ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.
1500થી વધુ ખેલાડીઓએ સ્પર્ધામાં લીધો ભાગ
આ સ્પર્ધામાં 1500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો, જેમાં વિશ્વની સૌથી મુશ્કેલ વન-ડે રમતગમતની આયોજનોમાની એક ગણાતી સ્પર્ધામાં ભાગ લેનાર કર્નલ લાંબા એકમાત્ર ભારતીય હતા. આયર્નમેન ટ્રાયથલોન “એશિયા પેસિફિક ચેમ્પિયનશિપ્સ” કેર્ન્સ એ વૈશ્વિક સ્તરે યોજાયેલી 50 આયર્નમેન સિરીઝ ટ્રાયથલોન્સમાંની એક મુખ્ય ઇવેન્ટ હતી.
પ્રોફેશનલ બોડી બિલ્ડર છે કર્નલ જંગવીર લાંબા
કર્નલ જંગવીર લાંબા ચોથી પેઢીના ભારતીય સૈન્ય અધિકારી જયપુરના વતની છે અને હાલમાં એએસસી સેન્ટર (દક્ષિણ) – 2 એટીસી, બેંગલુરુમાં પોસ્ટેડ છે. તેમણે નવેમ્બર 2022માં ગોવામાં યોજાયેલ આયર્નમેન 70.3માં પણ ભાગ લીધો હતો અને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. તે એક પ્રોફેશનલ બોડી બિલ્ડર છે અને ફેડરેશન ઓફ ઈન્ડિયન બોડીબિલ્ડર્સ સાથે રાષ્ટ્રીય સ્તરના બોડીબિલ્ડિંગ જજ છે.