ભારતમાં વાહનો અને પબ્લીક ટ્રાન્સપોર્ટેશન વધવાની સાથે ટોલ ટેકસની આવકમાં પણ વધારો થયો છે. છેલ્લા ૯ વર્ષમાં ૯૧૦૦૦ કિમી લાંબો નવો રસ્તો બન્યો છે એટલું જ નહી ટોલથી મળતી આવકમાં પણ ધરખમ વધારો થયો છે. પહેલા ૪૭૭૦ કરોડ રુપિયા રાજસ્વ મળતું હતું તે ૯ વર્ષમાં વધીને ૪૧૩૪૨ કરોડ રુપિયા થયું છે.
એટલું જ નહી સરકાર ટોલ રેવન્યુને ૨૦૩૦ સુધીમાં ૧.૩૦ લાખ કરોડ સુધી પહોંચાડવાનો લક્ષ્ય ધરાવે છે. કેન્દ્રીય પરીવહનમંત્રી નીતિન ગડકરીના જણાવ્યા અનુસાર આર્થિક વર્ષ ૨૦૧૩-૧૪માં દેશનું રોડ નેટવર્ક ૯૧૨૮૭ કિલોમીટર હતું જે હાલમાં ૧૪૫૨૪૦ કિમી સુધી પહોંચ્યું છે. આવી જ રીતે દેશના નેટર્વકમાં છેલ્લા ૯ વર્ષમાં ૫૯ ટકાનો વધારો થયો છે.
મોદી સરકારની ૯ વર્ષની ઉપલબ્ધિ પર આયોજીત સંમેલનમાં જણાવ્યું હતું કે આજે ભારતનું સડક નેટવર્ક અમેરિકા પછી દુનિયામાં બીજા સ્થાને છે. સડક નિર્માણના ક્ષેત્રમાં ભારતે એક બે નહી સાત જેટલા વિશ્વરેર્કોડ બનાવ્યા છે. ટોલ ફી કલેકશન માટે ફાસ્ટેગ સિસ્ટમનો અમલ શરુ થયા પછી ટોલ પ્લાઝાઓ પર વાહનોની કતાર લાગવી બંધ થઇ છે. માત્ર ૪૭ સેકન્ડમાં ટોલ પ્લાઝા પસાર કરી