ટીમ ઈન્ડિયાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન અને 1983 વર્લ્ડ કપ વિનિંગ ટીમનો ભાગ રહી ચૂકેલા સુનીલ ગાવસ્કરે પોતાના કેપ્ટન કપિલ દેવના ખૂબ વખાણ કર્યા છે. આમ તો કેપ્ટન કૂલ એમએસ ધોનીને કહેવામાં આવે છે પરંતુ સુનીલ ગાવસ્કરે કપિલ દેવને ઓરિજનલ કેપ્ટન કુલ ગણાવ્યા છે.
1983માં વર્લ્ડ કપ જીત્યાના 40 વર્ષ પૂરા થવા પર સુનીલ ગાવસ્કરે કહ્યુ કે કપિલનું બેટ અને બોલ બંનેનું પ્રદર્શન શાનદાર હતુ. ફાઈનલમાં વિવ રિચર્ડ્સનો તેમનો કેચ ભૂલવો જોઈએ નહીં. તેમની કેપ્ટનશિપ ડાયનામિક હતી જેમ કે ફોર્મેટની જરૂર હતી અને જ્યારે કોઈ ખેલાડી કેચ છોડી દે છે અથવા ખોટી ફીલ્ડિંગ કરે છે ત્યારે પણ તેમનું હાસ્ય તેમને ઓરિજનલ કેપ્ટન કૂલ બનાવે છે.
175 રનની તે ઈનિંગ હજુ પણ મારા દ્વારા જોવામાં આવેલી સૌથી મહાન વન ડે સેન્ચૂરી તરીકે બની છે અને હુ આ વાત તે બાદ આપણી ટીમના ખેલાડીઓ દ્વારા બનાવવામાં આવેલી અન્ય મેચ વિજેતા સદી પ્રત્યે અનાદર કર્યા વિના કહી રહ્યો છુ. કપિલ દેવે ઝિમ્બાબ્વે સામે એક મહત્વની મેચમાં સદી ફટકારી હતી, જ્યાં ટીમના જીતવાના ચાન્સ ખૂબ ઓછા લાગી રહ્યા હતા.