2000ની ‘નોટબંધી’ના 1 મહિના બાદ કેટલાં ટકા નોટો બજારથી પાછી આવી.

દેશમાં 2000 રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવાની પ્રક્રિયા ઝડપથી ચાલી રહી છે. અત્યાર સુધી એક મહિનામાં 72 ટકા નોટો બેંકોમાં જમા અથવા બદલી દેવામાં આવી છે. એક મહિના પહેલા, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 2,000 રૂપિયાની નોટોને ચલણમાંથી પાછી ખેંચી લેવાની જાહેરાત કરી હતી. આરબીઆઈએ જણાવ્યું હતું કે 72 ટકા નોટો (લગભગ રૂ. 2.62 લાખ કરોડ) બેંકોમાં જમા અથવા બદલાઈ ગઈ છે.

આરબીઆઈએ જણાવ્યું હતું કે 72 ટકા નોટો (લગભગ રૂ. 2.62 લાખ કરોડ) બેંકોમાં જમા અથવા બદલાઈ ગઈ.

ક્યારે કરાઈ હતી નોટબંધી 2.0

ભારતીય રિઝર્વ બેંકે 19 મેના રોજ 2,000 રૂપિયાની નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાના નિર્ણયની જાહેરાત કરી હતી. જો કે, આરબીઆઈએ નાગરિકોને આને બેંકોમાં કન્વર્ટ કરવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. બેંકોમાં ઓપરેશનલ સુવિધા સુનિશ્ચિત કરવા અને શાખાઓમાં વિક્ષેપ ટાળવા માટે આરબીઆઈએ એમ પણ કહ્યું છે કે 23 મે, 2023 થી, કોઈપણ બેંકમાં એક સમયે અન્ય નોટો સાથે 2000 રૂપિયાની નોટ બદલી શકાય છે. નોટ એક્સચેન્જની મર્યાદા 20,000 રૂપિયા નક્કી કરાઈ છે. એટલે કે એક વારમાં 20000 રૂપિયાની નોટો બદલાશે.