વેગનર ગ્રુપનો ડર, બળવાની જાહેરાત બાદ મોસ્કોમાં સોમવારે રજા જાહેર કરી દેવાઈ.

રશિયાના પ્રાઈવેટ આર્મી ચલાવતા વેગનર ગ્રુપે ગઈકાલે આપેલી બળવાની ધમકી બાદ રશિયાની સરકાર ફફડી ઉઠી હતી. જોકે 24 કલાકમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન અને વેગનર ગ્રુપના ચીફ પ્રિગોજીન વચ્ચે સમાધાનની જાહેરાત થઈ છે પણ હજીય રશિયામાં ભયનો માહોલ છે.

બળવાની જાહેરાત થયા બાદ રશિયન સરકારે સોમવારે મોટાભાગના લોકો માટે રજા જાહેર કરી દીધી હતી. મોસ્કોના મેયરે કહ્યુ હતુ કે, વેગનર ગ્રુપના બળવાની જાહેરાત બાદ આકરી સુરક્ષાના ભાગરુપે મોસ્કોના કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક રોકવામાં આવી શકે છે.

મેયર સોબયાનિને શહેરના રહેવાસીઓને મોસ્કો તેમજ આસપાસના વિસ્તારમાં પોતાની ગાડીઓનો ઉપયોગ કરવા પર રોક લગાવી છે અને બને ત્યાં સુધી ઘરની બહાર નહીં નિકળવા માટે સલાહ આપી છે. સાથે સાથે ઈમજરન્સી સેવાઓ સાથે સંકળાયેલા લોકોને બાદ કરતા બીજા લોકો માટે સોમવારની રજા જાહેર કરી છે.

જોકે હવે રશિયાની સરકાર અને બળવાખોર જૂથ વચ્ચે સમાધાન થયા બાદ મોસ્કોમાં સ્થિતિ સામાન્ય થશે તેવી આશા રખાઈ રહી છે. જો આ સમાધાન ના થયુ હોત તો રશિયાની સરકારને ડર હતો કે વેગનર ગ્રુપના સૈનિકો મોસ્કો પર કબ્જો કરવાની કોશિશ કરતા.