ભારતીય ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાને વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પરથી ડ્રોપ કરવાના નિર્ણયથી પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કર ખૂબ જ નિરાશ થયા છે. ગાવસ્કરે કહ્યું કે, WTC ફાઈનલમાં આખી ભારતીય બેટિંગ યુનિટે નિરાશ કર્યા છે તો પછી પૂજારાને જ બલિનો બકરો કેમ બનાવવામાં આવી રહ્યો છે. અજિંક્ય રહાણે સિવાય કોઈ પણ ભારતીય બેટ્સમેન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં પોતાની છાપ છોડી નહતો શક્યો. લિટલ માસ્ટરે આ દરમિયાન વાતો વાતમાં વિરાટ કોહલી પર પણ નિસાન સાધ્યું હતું કે, પૂજારાના કોઈ પણ પ્લેટફોર્મ પર લાખો ફોલોઅર્સ નથી કે, જેઓ તેમને બહાર કરવા પર હંગામો કરશે.
સુનીલ ગાવસ્કરને પૂછવામાં આવ્યું કે શું ચેતેશ્વર પૂજારા ભવિષ્યમાં ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે? આ સવાલ પર તેમણે જણાવ્યું કે, ‘હા’ તે કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. તેણે ઘણી js[ બોલની ક્રિકેટ રમી છે તેથી તે જાણે છે કે કેવી રીતે કમબેક કરવું. લોકો 40 કે 39 વર્ષની ઉંમર સુધી રમી શકે છે. તેમાં કંઈ ખોટું નથી કારણ કે તે બધા એકદમ ફિટ છે. જ્યાં સુધી તમે રન બનાવી રહ્યા છો અને વિકેટો લઈ રહ્યા છો ત્યાં સુધી મને નથી લાગતું કે ઉંમર કોઈ પરિબળ હોવી જોઈએ.
તેમણે આગળ કહ્યું કે, સ્પષ્ટ રીતે માત્ર એક વ્યક્તિને બહાર કરવામાં આવ્યો જ્યારે અસફળ તો બીજા પણ રહ્યા હતા. મારા માટે બેટિંગ નિષ્ફળ રહી. છે. અજિંક્ય રહાણે સિવાય કોઈએ રન ન બનાવ્યા તો પછી પૂજારાને જ કેમ હટાવવામાં આવ્યો. આપણી બેટિંગની નિષ્ફળતાઓ માટે તેને બલિનો બકરો કેમ બનાવવામાં આવી રહ્યો છે.? તે ભારતીય ક્રિકેટનો સેવક છે, તે વફાદાર સેવક રહ્યો છે. કારણ કે, કોઈ પણ પ્લેટફોર્મ પર તેના લાખો ફોલોઅર્સ નથી જે તેમને બહાર કરવા પર હંગામો કરશે.
આ સાથે જ ગાવસ્કરે એ પણ સૂચવ્યું હતું કે પસંદગીકારો રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનિયર ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાંથી આરામ આપી શકે છે કારણ કે, તેઓએ આગામી થોડા મહિનામાં સતત ક્રિકેટ રમવાનું છે.
પૂર્વ કેપ્ટને કહ્યું કે, હું અંગત રીતે ઈચ્છતો હતો કે, મોટા ખેલાડીઓને ટેસ્ટ ક્રિકેટમાંથી સંપૂર્ણ બ્રેક આપવામાં આવે. હવે માત્ર 50-ઓવર અથવા 20-ઓવરનું ફોર્મેટ જુઓ.તેમને સંપૂર્ણ વિરામ આપો તેઓ ત્રણ-ચાર મહિના સુધી નોન-સ્ટોપ રમશે