એમ.એસ.યુનિવર્સિટીમા એફવાયબીકોમની બેઠકો ઘટાડવાના સત્તાધીશોના મનસ્વી નિર્ણય સામે દિવસે ને દિવસે વિરોધ વધી રહ્યો છે.
કોમર્સના વિદ્યાર્થી સંગઠનો ઓલ ગુજરાત સ્ટુડન્ટ ગ્રુપ અને ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન હવે ફેકલ્ટી સત્તાધીશોનો રોજ વિરોધ કરવા માટે અલગ અલગ રીતે દેખાવો કરી રહ્યા છે.
આજે એજીએસજી ગ્રુપ દ્વારા હેડ ઓફિસ ખાતે કોમર્સ ફેકલ્ટી ડીન કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કરવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કરીને બેઠકો ઘટાડવા સામે વિરોધ કર્યો હતો.
બીજી તરફ એજીએસયુ ગ્રુપે કોમર્સ ફેકલ્ટીના મેઈન બિલ્ડિંગ ખાતે આવેલા મહાદેવના મંદિરમાં ભજન કિર્તન કરીને સત્તાધીશોને સબબુધ્ધિ આવે તે માટે પ્રાર્થના કરી હતી.
જોકે કોમર્સ ફેકલ્ટી સત્તાધીશો હજી પણ પીછેહઠ કરવા માટે તૈયાર નથી. ફેકલ્ટી દ્વારા 5320 બેઠકો પર જ એડમિશન આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે વડોદરાના સેંકડો વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહે તેવી સ્થિતિ સર્જાઈ છે.