સરકારી હોસ્પિટલમાં કોબ્રાના 10 બચ્ચા આવી જતા દોડધામ.

કેરળના મલપ્પુરમ જિલ્લામાં પેરિંથલમન્નામાં આવેલી સરકારી જિલ્લા હોસ્પિટલના સર્જિકલ વોર્ડમાં કોબ્રાના બચ્ચા આવી જતા નાસભાગ મચી હોવાની ઘટના સામે આવી છે. હોસ્પિટલ તંત્રને જાણ થતાંજ તુરંત વોર્ડને બંધ કરી દર્દીઓને અન્ય વોર્ડમાં લઈ જવાયા છે. આ દરમિયાન સાપના બચ્ચાઓ બહાર નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી અને હોસ્પિટલમાં હાજર લોકો તાત્કાલિક બહાર આવી ગયા હતા. દર્દીઓની સાથે આવેલા લોકોએ હોસ્પિટલના ઈન્ચાર્જને જાણ કરી, ત્યારબાદ વોર્ડને તુરંત બંધ કરી દેવાયો છે. ત્યારબાદ વધુ તપાસ કરવામાં આવતી હોસ્પિટલમાં ખાલી પડેલા એક રૂમમાંથી વધુ સાપો મળી આવ્યા છે.

અગાઉ હોસ્પિટલમાં સામે મહિલાને ડંખ મારતા થયું હતું મોત

થોડા દિવસો પહેલા કન્નુર જિલ્લાની એક સરકારી હોસ્પિટલના પે-વોર્ડમાં સૂઈ રહેલી 55 વર્ષની મહિલાને સાપે ડંખ માર્યો હતો. તાલિપાડાંમ્બા તાલુકા હોસ્પિટલમાં બનેલી આ ઘટનામાં મૃતક મહિલા તેની સગર્ભા પુત્રીની ડિલિવરી માટે પહોંચી હતી. જ્યારે મહિલા વોર્ડમાં તેની પુત્રી પાસે સૂઈ રહી હતી, ત્યારે અડધી રાતે તેને સાપે ડંખ માર્યો હતો. મહિલાએ બુમો પાડતાં જ પુત્રી જાગી ગઈ અને તેણે સાપને જતો જોયો. તેણે તુરંત જ હોસ્પિટલ સ્ટાફને બોલાવ્યો, પરંતુ ત્યાં સુધીમાં મહિલાનું ઝેરી દવાના કારણે મોત થઈ ગયું હતું.