ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની ટીમ હરારેના મેદાન પર આમને -સામને છે. બન્ને વચ્ચે વર્લ્ડ કપ ક્વોલિફાયર મેચ રમાઈ રહી છે. આ મેચમા નેધરલેન્ડના વિક્રમજીત સિંહ, મેક્સ ઓ, સ્કૉટ એડવર્ડસે જોરદાર રમ્યા હતા. પરંતુ આ મેચમાં તેની ઈનિંગ્સ કરતાં પણ વધારે ભુતપૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની છવાઈ ગયા હતા. હરારેનું આખું સ્ટેડિયમ નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેના ફેન્સથી ભરાયેલુ હતું, અને ત્યા ધોનીના ચાહકો પણ મોટા પ્રમાણમાં જોવા મળ્યા હતા.
ધોની જ્યારે પણ મેદાનમાં ઉતર્યા ત્યારે સમગ્ર સ્ટેડિયમ તેમનું નામ ગુંજી ઉઠ્યુ હતું
એક ફેન્સ તેની ચેન્નઈ સુપર કિંગ્સની ટીશર્ટ લઈને સ્ટેડિયમ પહોચી ગયો હતો. ધોનીના ફેન્સની તસવીરો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ હતી. આખી દુનિયામાં ધોનીના ચાહકો છે. IPL દરમ્યાન આખી દુનિયા તેમના માટે ફેન્સના દીવાનાપણ જોઈ ચુકી છે. ચેન્નઈ સુપર કિંગ્સના કેપ્ટન ધોની જ્યારે પણ મેદાનમાં ઉતર્યા ત્યારે સમગ્ર સ્ટેડિયમ તેમનું નામ ગુંજી ઉઠ્યુ હતું. ચારેય બાજુ માત્રને માત્ર ધોનીનું નામ જ સંભળાતું હતું.
સમગ્ર દુનિયામાં ધોનીના ચાહકો જોવા મળે છે
ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડની મેચમાં ધોનીની ટી-શર્ટની તસવીર એ વાતનું પ્રમાણ છે કે તેમના ચાહકોમાં કોઈ ફરક નથી પડતો કે તે મેદાનમાં છે કે નહી. અથવા તેમની ટીમ રમી રહી છે કે નહી. તે કોઈ પણ મેચમાં, કોઈ પણ જગ્યાએ હોય પરંતુ તેમના માટે ચાહકોનો પ્રેમ ક્યારેય ઓછો નહી થાય.
નેધરલેન્ડની 3 બલ્લેબાજોની ફિફ્ટી
ક્વોલિફાયર મેચ વિશે વાત કરીએ તો પહેલા બેટિંગ કરતા નેધરલેન્ડે 5 વિકેટના નુકસાન પર 315 રન બનાવ્યા હતા. વિક્રમજીત, મેક્સ અને સ્કોટ 3 બેટ્સમેનોએ ફિફ્ટી લગાઈ હતી.