એશિઝ સીરીઝની પહેલી ટેસ્ટ મેચનો રોમાંચ તેની ચરમસીમાએ છે. જેમા પહેલી ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત પુરી થતા ઓસ્ટ્રેલિયાએ તેની બીજી ઇનિંગમાં 3 વિકેટે 107 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાને હવે જીતવા માટે 174 રનની જરૂર છે. ખરેખર તો એશિઝ સિરીઝનો રોમાંચ હંમેશાને માટે ફેન્સ માટે યાદગાર બની રહે છે. અને આ વખતે પણ કંઈક આવું જોવા મળ્યું હતું.
બેન સ્ટોક્સની રણનીતિએ ખ્વાજાને બેવડી સદી સુધી ન પહોંચવા દીધો
ટેસ્ટ મેચ દરમિયાન બંને ટીમોના કેપ્ટન જોરદાર રણનીતિ સાથે મેદાનમાં ઉતર્યા હતા. ઉસ્માન ખ્વાજાની વિકેટ સાથે પણ આવું જ કાંઈક જોવા મળ્યું છે. જ્યારે ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઇનિંગ દરમિયાન ખ્વાજા 141 રન બનાવીને ક્રિઝ પર ઊભો હતો. ત્યારે એવુ લાગી રહ્યું હતું કે કે ખ્વાજા હવે બેવડી સદી ફટકારશે, પરંતુ બેન સ્ટોક્સની રણનીતિએ ખ્વાજાને બેવડી સદી સુધી ન પહોંચવા દીધો.
ખ્વાજાની નજીક 6 ખેલાડીઓ ગોઠવી દેવામાં આવ્યા અને તેની વિકેટ લીધી
ખ્વાજા જ્યારે ક્રિઝ પર મજબુત બેટિંગ કરતો ઉભો હતો ત્યારે તેને આઉટ કરવા માટે ઈંગ્લેન્ડની ટીમે એક ચક્રવ્યુહ રચ્યો હતો. વાસ્તવમાં ખ્વાજાને 6 ખેલાડીઓએ નજીક આવીને ઘેરી લીધો હતો. આ નજારો જોઈ દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. બેન સ્ટોક્સની રણનીતિએ આ કામ કર્યુ અને ખ્વાજાને આઉટ કરી તેને બેવડી સદી સુધી ન પહોંચવા દીધો. થયું એવુ કે ખ્વાજાની નજીક 6 ખેલાડીઓ એવી રીતે ગોઠવી દેવામાં આવ્યા હતા કે તેને કોઈ ઈશારો કરવાનો પણ મોકો ના મળ્યો.