પત્નીને ભરણ પોષણની રકમ ચૂકવવા પતિ સિક્કા લઈને કોર્ટમાં પહોંચ્યો.

જયપુરની એક સ્થાનિક કોર્ટમાં એક વ્યક્તિ તેની પત્નીને ભરણ પોષણ માટે સિક્કાના રૂપમાં આપવામાં આવેલી 55 હજાર રૂપિયાની રકમ લઈને કોર્ટમાં પહોંચ્યો હતો. બીજી તરફ પત્નીના એડવોકેટ રામપ્રકાશ કુમાવતે આનો વિરોધ કર્યો હતો અને તેને માનસિક ઉત્પીડન ગણાવ્યું હતું. જોકે કોર્ટે 26 જૂને આગામી સુનાવણી પર ગણતરી કર્યા બાદ પોતાની પત્નીને સિક્કા આપવાની મંજૂરી આપી છે.

ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. કોર્ટે પતિ દશરથ કુમાવતને દર મહિને રૂ. 5000નું માસિક ભરણ પોષણ ચૂકવવાનો આદેશ આપ્યો હતો પરંતુ પતિ છેલ્લા 11 મહિનાથી આ રકમ આપી નહોતો રહ્યો. જયપુરના હરમડા વિસ્તારના રહેવાસી દશરથ કુમાવતની ફેમિલી કોર્ટ નંબર-1 દ્વારા રિકવરી વોરંટ જારી કરાયા બાદ પોલીસે 17 જૂને ધરપકડ કરવામાં આવી હતી.

11 મહિનાથી માસિક ભરણ પોષણની રકમ નહોતી આપી

તે છેલ્લા 11 મહિનાથી તેની પત્નીને માસિક ભરણ પોષણની રકમ આપતો ન હતો. તેથી તેની સામે રિકવરી વોરંટ જારી કરવામાં આવ્યું હતું. પતિના એડવોકેટ રમણ ગુપ્તાએ જણાવ્યું હતું કે, પતિએ રકમ આપવાનો ઇનકાર કર્યો તેથી પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. ફેમિલી કોર્ટ રજાઓ માટે બંધ હતી તેથી તેને એડિશનલ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટ નંબર 8ની લિંક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં દશરથના સંબંધીઓ 55,000 રૂપિયાના સિક્કા તેની પત્નીને આપવા પહોંચ્યા હતા. 

પત્નીએ વાંધો ઉઠાવ્યો

તેણે જણાવ્યું કે સાત બેગમાં એક અને બે રૂપિયાના સિક્કા ભરવામાં આવ્યા હતા. પત્નીએ આ અંગે વાંધો ઉઠાવ્યો હતો પરંતુ પતિ તરફથી દલીલ કરવામાં આવી હતી કે આ સિક્કાઓ માન્ય ચલણ છે અને તેને લેવા માટે કોઈ ના ન પાડી શકે. એડવોકેટે જણાવ્યું કે, કોર્ટે 26 જૂને ફેમિલી કોર્ટમાં આગામી સુનાવણી પર ગણતરી કર્યા પછી પતિને સિક્કા આપવાની મંજૂરી આપી હતી. ત્યાં સુધી સિક્કા કોર્ટની કસ્ટડીમાં રહેશે

સિક્કા ગણીને પત્નીને સોંપવાના રહેશે

તેમણે જણાવ્યું કે, અદાલતમાં પત્નીને સોંપવા પહેલા પતિએ સિક્કા ગણવાના રહેશે અને એક-એક હજાર રૂપિયાના પેકેટ બનાવવાના રહેશે. પત્ની સીમા કુમાવતના એડવોકેટે કહ્યું કે મહિલાને સિક્કા આપવા એ માનસિક ઉત્પીડન સમાન છે. તેમણે કહ્યું કે આ પૂર્વ આયોજિત રીતે માત્ર મહિલાને હેરાન કરવા માટે કરવામાં આવ્યું હતું. જો કે કોર્ટે તેમને સિક્કા આપવાની છૂટ આપી છે.