સુરતમાં આવતીકાલે રાજ્ય કક્ષાના યોગ દિવસની ઉજવણીના કાર્યક્રમમાં 1.25 લાખ લોકો એક સાથે યોગ કરશે અને રેકોર્ડ કરશે તેવી જાહેરાત બાદ આજે બપોર સુધીમાં 2.11 લાખ લોકોએ યોગ દિવસના કાર્યક્રમાં હાજર રહેવા માટે રજીસ્ટ્રેશન કરી દીધું છે. આ સંખ્યા જોતાં પાલિકાના ફ્લાય ઓવર બ્રિજને પણ યોગ માટેનો બ્લોક બનાવી દેવાનો નિર્ણય કરવામા આવ્યો છે.
સુરતના અઠવા ઝોને વાય જંકશન પર આવતીકાલે સવારે મુખ્યમંત્રીની હાજરીમાં રાજ્ય કક્ષાના વિશ્વ યોગ દિવસની ઉજવણી માટેનો કાર્યક્રમ યોજાશે. આ યોગ દિવસમાં 1.25 લાખ લોકો હાજર રહેશે અને તેને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકર્ડમાં સ્થાન મળશે તે માટેની પ્રક્રિયા શરુ કરી દેવામાં આવી છે. ગિનીઝ બુકના પ્રતિનિધિઓ સુરત આવી ગયાં છે અને સુરતના 2500 જેટલા સ્વયંસેવકને તાલિમ પણ આપવામા ંઆવી છે. યોગ દિવસના કાર્યક્રમાં 1.25 લાખ લોકો ભેગા થાય તેના ટાર્ગેટ સામે આજે બપોર સુધીમાં 2.11 લાખ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધું છે.
વિશ્વ યોગ દિવસના કાર્ક્રમાં લોકોના રજીસ્ટ્રેશન જોતાં પાલિકાએ વાય જંકશન સાથે સાથે ફ્લાય ઓવર બ્રિજનો પણ ઉપયોગ યોગના બ્લોક માટે કરી દીધો છે. સંખ્યા જોતાં ફ્લાય ઓવર બ્રિજ પર પણ ગ્રીન કારપેટ પાથરી દેવામા ંઆવી છે જેના કારણે આવતીકાલે જ્યાં વાહનો દોડતાં હતા તેવા ફ્લાય ઓવર બ્રિજ પણ લોકો યોગ કરતા જોવા મળશે