21 જુને સુરતમાં સવા લાખ લોકો એક સાથે યોગ કરીને કરશે રેકોર્ડ.

આવતીકાલ 21 જુને વિશ્વ .યોગ દિવસે સવા લાખથી વધુ લોકો વાય જંકશન પર એક સાથે યોગ કરીને ગીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવશે. સુરત ખાતે રાજ્ય કક્ષાનો યોગનો કાર્યક્રમ યોજાશે તેના માટે પાલિકા- પોલીસ અને કલેક્ટર કચેરી દ્વારા તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. 

આ યોગ કાર્યક્રમ થાય તે પહેલાં શહેરના જુદા જુદા વિસ્તારમાં જુદા જુદા યોગ માટેની પ્રેક્ટીસ શરુ કરી દેવામાં આવી છે. સુરતમાં કોરોનાકાળ બાદ સ્વાસ્થ્ય માટે વધુ જાગૃત બનેલા સુરતવાસીઓએ ‘મેટ યોગા’ની સાથે યોગના નવા પ્રકારોને આવકાર્યા: લેટેસ્ટ ‘એરિયલ યોગ’ અને ‘યોગ ગરબા’ ફેવરિટ  થઈ રહ્યાં છે. આ ઉપરાંત ફ્લેક્સિબિલિટી, કમરનો દુખાવો, શારીરિક ક્ષમતા માટે અસરકારક ‘એરિયલ યોગ’ અને સંગીત સાથે તાળીઓના તાલબદ્ધ સંગમથી શારીરિક અને માનસિક સ્વસ્થતા આપતા ‘યોગ ગરબા પ્રચલિત બન્યા છે અને આ વિવિધ યોગ આવતીકાલે  જુદા જુદા ગ્રુપમાં થતા જોવા મળશે.

સુરતમાં આવતીકાલે વિશ્વ યોગ દિવવસના કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલા યોગ ગુરુઓ આવતીકાલે લોકોને યોગ કરાવશે. યોગ ટ્રેનર દિશાબેન ઝવેરી કહે છે, સુરતવાસીઓ હર હંમેશ કઈંક નવું કરવા ઉત્સાહિત રહે છે. એટલે મેં મારા ક્લાસીસમાં એરિયલ યોગયોગ શરૂ કરવા વિચાર્યું અને તે માટે મુંબઈમાં રહેતા યુરોપિયન ટ્રેનર પાસે સંપૂર્ણ તાલીમ મેળવી, ત્યારબાદસુરતમાં એરિયલ યોગના ક્લાસ પણ શરૂ કર્યા જેમાં ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઉંમરના અને યોગમાં સાવ નવા લોકો કોઈ પણ મર્યાદા વગર આ યોગ શીખી શકે છે. તેમણે જણાવ્યું કે એરિયલ યોગમાં અગણિત નવા પોઝિસ આવે છે. તેમજ હેમોકમાં મેડિટેશન પણ કરી શકાય છે. ઇંચ લોસ સરળતાથી અને ઝડપથી થતું હોવાથી તેમજ સારી ફ્લેક્સિબિલિટીને કારણે અને કમરના દુખાવમાંથી મળતી રાહતને કારણે હેલ્થ કોન્શ્યસ મહિલાઓ આ યોગ તરફ આકર્ષાઈ છે. 

યોગ ગરબા સાથે સંકળાયેલા અનિષ રંગરેજ કહે છે, એરિયલ યોગની સાથે ‘યોગ ગરબા’ પણ શહેરીજનોમાં ખૂબ પ્રચલિત બન્યા છે. યોગની સાથે ગરબાનું સંયોજન કરી શારિરીક અને માનસિક સ્વાસ્થ્ય જાળવતો યોગનો નવીન પ્રયાસ છે.

ભારતીય બે પ્રાચીન સંસ્કૃતિઓ જેવી યોગ અને ગરબાને વૈજ્ઞાનિક અભિગમથી સાંકળી વિશ્વભરમાં પ્રસિદ્ધ કરવા નવી શોધ  છે તેમ કહેતા તેઓ કહે  છે. ગરબામાં સંગીત સાથે હાથ તાળીઓ અને પગનું તાલબદ્ધ હલનચલન થાય છે.

જેના કારણે હથેળી અને પગ વાટે ચોક્કસ એક્યુપ્રેશર પોઈન્ટ મળવાથી શારીરિક લાભો મળે છે. આ તાલબદ્ધ ક્રિયામાં યોગમાંથી આસન, પ્રાણાયામ અને ધ્યાન સાથે જોડી માનસિક, શારીરિક અને આધ્યાત્મિક સુખાકારી પ્રાપ્ત થાય તેને ‘યોગગરબા’ કહેવાય છે. આવા યોગ ગરબા સાથે અવનવા યોગ આવતીકાલે સવા લાખથી વધુ લોકો યોગ કરતાં જોવા મળશે.